તોફાની તત્વો લાકડીઓ સાથે આવ્યા હતા અને કાર પર હુમલો કર્યો તથા તેઓએ ધાર્મિક ધ્વજ ફાડી નાખ્યો, વાહનોમાં તોડફોડ કરી
મુંબઈ
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને દેશ-વિદેશમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. અનેક જગ્યાએ સનાતન ધર્મ યાત્રા કાઢવામાં આવી હતી. મુંબઈના મીરા રોડ અને ભાયંદરમાં કાઢવામાં આવી રહેલી સનાતક ધર્મ યાત્રા દરમિયાન હંગામો થયો હતો. પોતાની કારમાં રામ અને હનુમાનના ઝંડા લઈને પસાર થતા લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આરોપ છે કે યાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વો લાકડીઓ સાથે આવ્યા હતા અને કાર પર હુમલો કર્યો હતો. આરોપ છે કે તેઓએ ધાર્મિક ધ્વજ ફાડી નાખ્યો હતો. વાહનોમાં તોડફોડ કરી હતી. જોકે, પોલીસે સતર્કતા દાખવી ઘટના પર નિયંત્રણ મેળવી લઈ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત કરી દીધો છે.
Total Visiters :97 Total: 1479887