રિંકુ સિંહની ઈંગ્લેન્ડ લાયન્સ સામેની ટેસ્ટ ટીમમાં પસંદગી

રિંકુ સિંહ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થવાનો આ એક રીતે રોડમેપ છે


નવી દિલ્હી
આજે સવારે બીસીસીઆઈએ એક મોટી જાહેરાત કરી છે. પુરુષ પસંદગી સમિતિએ રિંકુ સિંહને ભારત-એ ટીમમાં સામેલ કર્યો છે. હવે રિંકુ સિંહ ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાનાર ચાર દિવસીય ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. ત્રીજી મેચ માટે તેને પહેલા જ પસંદ કરવામાં આવ્યો હતો.
રિંકુ સિંહ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થવાનો આ એક રીતે રોડમેપ છે, કારણ કે તેણે મર્યાદિત ઓવરોમાં ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે અને રણજી ટ્રોફીની આ સિઝનમાં તેની ટીમ માટે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. આ મેચ આવતીકાલથી અમદાવાદમાં ભારત-એ અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચે રમાશે.
વિરાટ કોહલી 25 જાન્યુઆરીથી શરુ થનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચથી બહાર થઇ ગયો છે. અંગત કારણોને ટાંકીને તેણે પ્રથમ બે મેચથી પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય કર્યો હતો. તેના રિપ્લેસમેન્ટની જાહેરાત હજુ બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી નથી. જો કે બીસીસીઆઈની આ જાહેરાતથી એક પુષ્ટિ થઇ ગઈ છે કે બોર્ડ રિંકુ સિંહને ટેસ્ટ ટીમમાં પણ જોવા માંગે છે.

Total Visiters :106 Total: 1487981

By Admin

Leave a Reply