રામમંદિરમાં હવે સવારે 7થી રાતના 11 સુધી દર્શન થઈ શકશે

Spread the love

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કરી લીધા


અયોધ્યા
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે જેમાં હવે ભક્તો સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે. આ પહેલા સાંજના સાત વાગ્યા સુધીનો જ હતો.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કરી લીધા છે. આ દરમિયાન ભારે ભીડને કારણે થોડી અરાજકતા પણ જોવા મળી હતી. જોકે, પોલીસ-વહીવટી તંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રામલલાના દર્શન કરવા માટે ભક્તોનું આગમન સતત ચાલુ છે ત્યારે ગઈકાલની પરિસ્થિતિ જોતા આજે યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર વીઆઈપી લોકોને અપીલ કરી છે.
સરકાર દ્વારા વીવીપી મહેમાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી 10 દિવસ સુધી અયોધ્યા ન આવે. આ સાથે એમ પણ કહ્યું છે કે જો આવે તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવે, જેથી કરીને તેઓને વધુ સારી સુવિધા પૂરી પાડી શકાય. હાલ અયોધ્યામાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે, ત્યારે એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે રામ ભક્તોને સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરી શક્શે.

Total Visiters :89 Total: 1469558

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *