કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની વાત ર્જુન મોઢવાડિયાએ નકારી કાઢી

કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અફવાને ફગાવી દીધી


અમદાવાદ
છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અહેવાલ મળ્યા હતા કે અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, હવે તેમણે સ્પષ્ટતા કરીને આ વાત નકારી કાઢી છે.
આ દરમિયાન તેમણે પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે આ અંગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.’

Total Visiters :93 Total: 1488347

By Admin

Leave a Reply