બાળકો પર પ્રતિકૂળ અસર અંગે ટીકટોક સામે કેસ દાખલ કરાયો

Spread the love

આ મામલે ઘણાં માતા-પિતાએ ટીકટોકને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો

વોશિંગ્ટન

ચાઇનીઝ એપ ટીકટોક સામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે 5,000થી વધુ માતા-પિતાએ ટીકટોક સામે કેસ દાખલ કરી દીધો છે. ટીકટોક એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી. ઉલ્લેખનીય છે કે આ એપ ભારતમાં પ્રતિબંધિત છે.

આ મામલે ઘણાં માતા-પિતાએ ટીકટોકને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો છે.  આ એપને ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર માટે જવાબદાર ગણાવાઈ રહી છે. હવે તેની સામે તપાસ શરૂ થઈ ચૂકી છે. ટીકટોક સામે કાનૂની કાર્યવાહીની શરૂઆત Claimshero.io ના નેતૃત્વમાં થઇ હતી જે હવે આગળ વધતી જઇ રહી છે. હજારો માતા-પિતા ચીનની માલિકી હેઠળની દિગ્ગજ કંપની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હર્ટફોર્ડની વતની બ્રિટની એડવર્ડ્સ પણ ટીકટોક સામે કેસ દાખલ કરનારા માતા-પિતામાં સામેલ છે. તે કહે છે કે મારી દીકરીને ટીકટોકની લત લાગી ગઈ છે. મેં તેની ટીકટોક પોસ્ટમાં એવું પણ જોયું કે જેનાથી લાગ્યું કે તે પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે છે. તેના પછી મને આ એપના નુકસાન વિશે આભાસ થયો.

Total Visiters :198 Total: 1480164

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *