રેલવેમાં ટેક્નિશિયન પદો માટે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પડાશે

Spread the love

બોર્ડ દ્વારા તેના નોટિફિકેશનમાં ઉમેદવારો માટે પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને મહત્ત્વપૂર્ણ તારીખો વિશે વિગતવાર  જણાવવામાં આવશે

નવી દિલ્હી

ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ‘લોકો પાયલોટ’ માટે 5600 થી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવ્યા બાદ હવે રેલવે દ્વારા ફરી મોટી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી)એ એક નોટીસ જાહેર કરીને કહ્યું કે, રેલવેમાં ટેક્નિશિયન પદો માટે ખૂબ જલ્દી નોટિફિકેશન કાઢવામાં આવશે.

રેલવે બોર્ડ દ્વારા એક એડવાન્સ નોટિફિક્શન જાહેર કરવામાં આવ્યું છે કે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે હાલમાં જ એક સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન (સીઈએન) જાહેર કર્યુ છે. આ નોટિફિકેશન દ્વારા અલગ- અલગ રેલવે ઝોનમાં ‘આસિસ્ટન્ટ લોકો પાયલોટ’ (એએલપી)ની ભરતી કરવામાં આવશે.

બોર્ડે કહ્યું કે, આરઆરબી ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને તમામ ઉમેદવારોને સમાન તક મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે. બોર્ડ તેના નોટિફિકેશનમાં ઉમેદવારો માટે પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને મહત્ત્વપૂર્ણ તારીખો વિશે વિગતવાર  જણાવવામાં આવશે.

રેલવે બોર્ડે આ પહેલા 20 જાન્યુઆરીએ 5600 થી વધારે પદો માટે ‘લોકો પાયલોટ’ની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં 19 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. આરઆરબી એ જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે આ પોસ્ટ માટે ઉમેદવારોએ 500 રુપિયા એપ્લિકેશન ફી ભરવાની રહેશે. તો એસસી, એસટી, ઈડબલ્યુ, એક્સ સર્વિસમેન, ટ્રાન્સજેન્ડર અને દરેક વર્ગની મહિલા ઉમેદવારો માટે 250 રુપિયા ફી નક્કી કરવામાં આવી છે. 

Total Visiters :3610 Total: 1480158

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *