કોહલી સુકાની હોત તો ભારત ઈંગ્લેન્ડ સામે ન હાર્યું હોતઃ વોન

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે રોહિત શર્મા મેચ દરમિયાન ‘સ્વિચ ઓફ’ રહ્યો

નવી દિલ્હી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે જો વિરાટ કોહલી કેપ્ટન હોત તો ભારત ઇંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટ હાર્યું ન હોત. તેનું માનવું છે કે રોહિત શર્મા મેચ દરમિયાન ‘સ્વિચ ઓફ’ રહ્યો હતો.

પ્રથમ ઇનિંગમાં 190 રનની લીડ મેળવ્યા બાદ મજબૂત સ્થિતિમાં કોહલી વિના ભારતીય ટીમ સ્પિન અનુકુળ પરિસ્થિતિઓમાં હોવા છતાં 28 રને હારી હતી. જેથી ઇંગ્લેન્ડે 5 મેચોની આ ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ હૈદરાબાદમાં ભારતીય ટીમની પ્રથમ હાર હતી. વિરાટ કોહલી અંગત કારણોસર શરૂઆતની બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.

માઈકલ વોને કહ્યું, “ભારતે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીને ખુબ મિસ કરી. વિરાટની કેપ્ટન્સીમાં ભારત પ્રથમ મેચ ન હાર્યું હોત.” વોને મેચ દરમિયાન રોહિતના નેતૃત્ત્વની ટીકા કરી હતી. તેણે કહ્યું, “રોહિત એક દિગ્ગજ અને મહાન ખેલાડી છે. પરંતુ મને લાગ્યું કે તે સંપૂર્ણપણે ઓફ થઇ ગયો હતો.”

વોને વધુમાં કહ્યું, “મને લાગ્યું કે રોહિત શર્માની કેપ્ટન્સી ઘણી એવરેજ છે, મને લાગ્યું કે તે એક્ટિવ ન હતો. તેણે તેની ફિલ્ડિંગ અથવા બોલિંગમાં વધુ ફેરફાર કર્યો ન હતો. તેમની પાસે ઓલી પોપના સ્વિપ અને રિવર્સ સ્વિપનો કોઈ જવાબ ન હતો.”

Total Visiters :172 Total: 1488012

By Admin

Leave a Reply