રાજ્યનું શિક્ષણ-આરોગ્યલક્ષી 3 લાખ 32 હજાર 465 કરોડનું જંગી બજેટ

ઉપરાતં ગ્રીન એનર્જી અને સંલગ્ન ઉદ્યોગો માટે પણ ખાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી, 7 નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવામાં આવશે

ગાંધીનગર

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે બજેટ રજુ કર્યું છે જેમાં એજ્યુકેશન અને હેલ્થ માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સરકારે રાજ્યમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ સહિત કુલ 7 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનનો લક્ષ્ય રાખ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી 12 સુધી દર વર્ષે સહાય કરવામાં આવશે.

કેન્દ્રિય બજેટ રજુ થયા પછી બીજા જ દિવસે આજે ગુજરાત રાજ્યનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ રજુ કર્યું છે જેનું કદ 3 લાખ 32 હજાર 465 કરોડ રૂપિયાનું છે. આ વખતના બજેટમાં સરકારે શિક્ષણ અને આરોગ્ય પર ખાસ ફોકસ કર્યો છે. આ ઉપરાતં ગ્રીન એનર્જી અને સંલગ્ન ઉદ્યોગો માટે પણ ખાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે તેથી તેના પડકારને પહોંચી વળવા માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું કે ગુજરાતની 7 નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવામાં આવશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટની જાહેરાતો કરતા કહ્યું કે ગુજરાતમાં ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને ભણવા માટે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. જ્યારે ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓને વાર્ષિક 15 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે સ્ટુડન્ટ દીઠ 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે.

આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રુપિયાનો ખર્ચ થશે તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત 10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે જેના માટે 1250 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ વખતના બજેટમાં નાણામંત્રીએ મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને ફોકસમાં રાખ્યા છે. તેમણે બાળકીઓના આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં સાયન્સના ભણતરને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના જાહેર કરી છે. તેમણે સુપોષિત ગુજરાત મિશનની નવી યોજના પણ જાહેર કરી છે.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યના અલગ અલગ નિગમો માટે રાજ્ય સરકારના ફંડમાંથી 250 કરોડ રુપિયાની જોગવાઈ કરાવમાં આવી છે. તેમાં આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના બજેટ 2024માં જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ હવેથી 112 નંબર પરથી નંબરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે.

Total Visiters :125 Total: 1488192

By Admin

Leave a Reply