ગુજરાતનું પ્રથમ બજેટ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું

22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી 115 કરોડ રૂપિયાનું પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ

અમદાવાદ

ગુજરાતમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ  વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. જોકે તે સમયે બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતુ.

ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ. એ વખતે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ.  આમ તો નાણાંકીય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતુ હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતુ. જેનું કારણ એ હતુ કે 1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયુ હતુ.

ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો. ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું વધ અનેક ગણું વધતુ ગયુ. સતત મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં પૂર્વ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સતત 18મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યુ. તો વળી વજુભાઈ વાળા એ મોદી સાશનમાં 11મું અંદાજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.

ગુજરાતનું આજનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાની શક્યતા છે. 2024-25 માટે આ વખતે બજેટનું કદ 3.30 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે. આ વખતે રાજ્યના બજેટ કહો કે અંદાજ પત્ર તેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાઈ શકે છે. લોકસભા ચૂંટણી પૂર્વે આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો સીધો લાભ નાગરિકોને મળી રહ્યો છે.

Total Visiters :92 Total: 1488152

By Admin

Leave a Reply