હેમંત સોરેન કેસમાં 9 ફેબ્રુઆરી સુધી જવાબ દાખલ કરવા ઈડીને નિર્દેશ

Spread the love

કોર્ટે આગામી સુનાવણી માટે 12 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી


નવી દિલ્હી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહી વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હેમંત સોરેનને આજે કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ. ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેંચે ઈડી પાસેથી 9 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આગામી સુનાવણી માટે 12 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેમને હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ બુધવારે રાત્રે મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. કથિત જમીન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં સાત કલાકથી વધુની પૂછપરછ પછી ઈડીએ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરી હતી.

Total Visiters :119 Total: 1469422

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *