ક્લેઇમ કરવો કે ન કરવોઃ તમારી કાર ઇન્શ્યોરન્સ માટે માહિતગાર નિર્ણયો લો

ગૌરવ અરોરા – ચીફ, અંડરરાઇટિંગ એન્ડ ક્લેઇમ્સ પ્રોપર્ટી એન્ડ કેઝ્યુલ્ટી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિમિટેડ

શું એ સાચું છે કે તમારે કારના નાના નુકસાન માટે ક્લેઇમ ન મૂકવો જોઈએ કારણ કે ભલે રકમ નાની હોય, તેનાથી તમે ફાઇલ કરેલા ક્લેઇમની સંખ્યામાં વધારો થશે?

ગ્રાહક/વીમાધારક કાર ઇન્શ્યોરન્સની ત્રણ મહત્વની શરતોથી વાકેફ હોવા જોઈએ જેમ કે ક્લેઇમના સમયે વધારાની/કપાતપાત્ર, નો ક્લેમ બોનસ (એનસીબી) નો લાભ અને તમે પોલિસીના સમયગાળા દરમિયાન ફાઇલ કરો છો તે ક્લેઇમ્સની સંખ્યા.

ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવેલા દરેક ક્લેઇમ માટે ફરજિયાત કપાતપાત્ર રકમ છે જે તમારે ઇરડાના નિયમો મુજબ ઉઠાવવા પડશે. આ કપાતપાત્ર રકમ વાહન પ્રમાણે બદલાઈ શકે છે અને ખાનગી કાર માટે આ રૂ. 1,000થી 2,000 સુધીની હોઈ શકે છે. વધુમાં, જો તમે પોલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ કરો છો, તો નો ક્લેઈમ બોનસ શૂન્ય થઈ જાય છે અને રિન્યૂઅલના સમયે તમે આગામી વર્ષોમાં પ્રીમિયમ ડિસ્કાઉન્ટની નોંધપાત્ર રકમ ગુમાવશો. વધુમાં તમારી પોલિસીના રિન્યૂઅલ દરમિયાન, ઇન્શ્યોરન્સ કંપની અગાઉના ઇન્શ્યોરન્સમાં લીધેલા ક્લેઇમ્સની સંખ્યા પણ તપાસે છે અને રિન્યૂઅલ પ્રીમિયમમાં વધારો થઈ શકે છે. આ ત્રણ શરતોને ધ્યાનમાં રાખીને, નાની કિંમતના સમારકામનો ક્લેઇમ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

શું કોઈ વ્યક્તિ એક વર્ષમાં ફાઇલ કરી શકે તેવા ઇન્શ્યોરન્સ ક્લેઇમ્સની સંખ્યાની મહત્તમ મર્યાદા છે (વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં)?

ના, ભારતમાં તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં મોટર ઇન્શ્યોરન્સમાં એક વર્ષમાં ફાઇલ કરી શકાય તેવા મહત્તમ ક્લેઇમ લિમિટમાં કોઈ મર્યાદા નથી.

જ્યારે ઝીરો ડેપ્રિસિયેશન, એન્જિન પ્રોટેક્ટ અથવા અન્ય જેવા એડ-ઓન્સની વાત આવે છે ત્યારે શું તમે એક વર્ષમાં ફાઇલ કરી શકો તેવા ક્લેઇમની સંખ્યાની કોઈ મર્યાદા છે? શું એડ-ઓન ફીચર્સ હેઠળના ક્લેઇમની સંખ્યા બેઝ પ્લાન હેઠળના ક્લેઇમ્સથી અલગ ગણાય છે?

બેઝ પોલિસી હેઠળ મૂકી શકાય તેવા ક્લેઇમ્સની સંખ્યા મર્યાદિત નથી ત્યારે ઝીરો ડેપ્રિસિયેશન લાભ મેળવવા માટે, મંજૂર થયેલા ક્લેઇમ્સની સંખ્યા ઇન્શ્યોરન્સ કંપની પ્રમાણે બદલાઈ શકે છે. બેઝના આધાર પર અને એડ-ઓન્સ હેઠળનો ક્લેઇમ એ જ ક્લેઇમ તરીકે ગણવામાં આવે છે.

જ્યાં સુધી કાર રિપેરનો ખર્ચ xx રકમ કરતાં વધી જાય ત્યાં સુધી તમારે ક્લેઇમ દાખલ કરવાનું ટાળવું જોઈએ? હું સમજું છું કે આ કારના આધારે બદલાઈ શકે છે, પરંતુ તેમ છતાં ધારો કે જો સમારકામનો ખર્ચ રૂ. 25,000 કરતાં વધી જાય તો જ ક્લેઇમ દાખલ કરવો શું ઠીક રહેશે?

જો તમને ક્લેઇમ ફાઇલ ન કરવા પર કપાતપાત્ર અને નો ક્લેઇમ બોનસનો લાભ મળતો હોય તો તમારે ઓછી રકમના ક્લેઇમ મૂકવાનું ટાળવું જોઈએ.

આનું એક ઉદાહરણ જોઈએ (રૂ.માં)

ક્લેઇમની રકમઃ 6000

જો તમે ક્લેઇમ ન કરો તો રિન્યૂઅલમાં નો ક્લેઇમ બોનસઃ 3500

જો તમે ક્લેઇમ કરો તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા લાગુપાત્ર ફરજિયાત કપાતપાત્રઃ 2000

આ પરિસ્થિતિમાં તમે 3,500નું નો ક્લેઇમ બોનસ મેળવી રહ્યા છો ત્યારે જો તમે ક્લેઇમ નથી કરતા તો તમને લાભ થશે કારણ કે તમે તમારું નો ક્લેઇમ બોનસ બચાવી શકો છો.

શું વધુ ક્લેઇમ્સ ફાઇલ કરવાનો અર્થ એ છે કે આવતા વર્ષે તમારું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ હશે?

હા, નો ક્લેઇમ બેનિફિટનો લાભ જતો રહેશે અને ક્લેઇમના અનુભવના આધારે પ્રીમિયમની રકમ પણ વધી શકે છે.

જો તમે બીજી ઇન્શ્યોરન્સ કંપની સાથે તમારી કાર ઇન્શ્યોરન્સ પોલીસી રિન્યૂ કરવાનું વિચારો છો તો શું તમને પોલિસી આપવી કે નહીં તે અંગેનો તેમનો નિર્ણય અને પ્રીમિયમની રકમ તમારા ભૂતકાળના ક્લેઇમના રેકોર્ડ (તમે અગાઉના વર્ષોમાં ફાઇલ કરેલી સંખ્યા અને રકમ) પર આધાર રાખે છે? કૃપા કરીને ચોક્સાઇ સાથે સમજાવો કે તમારા ક્લેઇમ્સના રેકોર્ડ અન્ય ઇન્શ્યોરન્સ કંપની સાથેના તમારા રિન્યૂઅલને કેવી રીતે અસર કરી શકે છે.

ઉપર જણાવ્યા મુજબ એનસીબીનો લાભ નહીં મળે અને ઇન્શ્યોરન્સ કંપની વ્યક્તિગત સ્તરે જોખમનું મૂલ્યાંકન કરી શકે છે અને ક્લેઇમના અનુભવ અને અગાઉની ઇન્શ્યોરન્સ કંપની પાસેથી લીધેલા ક્લેઇમની સંખ્યા અનુસાર પ્રીમિયમ વસૂલ કરી શકે છે.

એનસીબી – જો તમે પાછલા વર્ષમાં કોઈ ક્લેઇમ દાખલ ન કરો તો તમને તમારા પ્રીમિયમ પર કેટલું સામાન્ય ડિસ્કાઉન્ટ મળે છે? શું આ ડિસ્કાઉન્ટ એકંદર પ્રીમિયમ રકમ પર લાગુ પડે છે? શું તમારે આ ડિસ્કાઉન્ટ માટે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવો પડશે અથવા જ્યારે તમે તમારી પોલિસી રિન્યૂ કરો છો ત્યારે તે ઓટોમેટિકલી લાગુ થાય છે?

જો તમે પહેલા વર્ષમાં ક્લેઇમ ન કરો તો નો ક્લેમ બોનસ 20% હશે. તે બીજા વર્ષે 25%, ત્રીજા વર્ષે 35%, ચોથા વર્ષે 45% અને પાંચમા વર્ષે 50% સુધી વધે છે. કોઈ વ્યક્તિ પાંચ સતત ક્લેમ ફ્રી વર્ષ માટે 50%નો મહત્તમ નો ક્લેઇમ બોનસ મેળવી શકે છે.

પાછલા વર્ષોના ક્લેઇમ્સની સ્થિતિના આધારે વીમાધારકને કોઈ ક્લેઇમ બોનસ ઓટોમેટિકલી આપવામાં આવતો નથી.

શું તમને લાગે છે કે તમારી કાર જૂની છે કે નવી તે મહત્વનું છે (પ્રથમ કિસ્સામાં આઈડીવી ઓછી હશે) – શું જૂની કાર ધરાવતી કોઈ વ્યક્તિએ ઘણા બધા ક્લેઇમ્સ કરતી વખતે વધુ સાવચેત રહેવું જોઈએ?

વાહન નવું હોય કે જૂનું, વ્યક્તિને ઉપર જણાવેલી ત્રણ સ્થિતિ અંગે જાણકારી હોવી જોઈએ. ઇન્શ્યોરન્સ કંપની વ્યક્તિગત સ્તરે જોખમનું મૂલ્યાંકન કરી શકે છે અને ક્લેઇમના અનુભવ તથા અગાઉની ઇન્શ્યોરન્સ કંપની પાસેથી લીધેલા ક્લેઇમ્સની સંખ્યા મુજબ પ્રીમિયમ વસૂલી શકે છે.

કુલ નુકશાન અથવા ચોરીના કિસ્સામાં જ ક્લેઇમની પતાવટ માટે આઈડીવી ગણવામાં આવશે. જો ક્લેઇમની કુલ ખોટ અથવા ચોરી તરીકે આકારણી કરવામાં આવે તો આઈડીવી ચૂકવવામાં આવશે.

Total Visiters :340 Total: 1487822

By Admin

Leave a Reply