સિરોહી
રાજસ્થાનમાં રામકથા કરવા પહોંચેલા કવિ કુમાર વિશ્વાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કરવાની સાથે અયોધ્યામાં રામ મંદિર અંગે પ્રતિક્રિયા આપી છે. વિશેષ વિમાનથી સિરોહી પહોંચ્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર જોવું આજની પેઢીનું સૌભાગ્ય છે. સાડા પાંચસો વર્ષની રાહત જોયા બાદ આ ખુશીની ક્ષણ આવી છે.
કુમાર વિશ્વાસે કહ્યું કે, ‘વડાપ્રધાન અદભુત વક્તા છે. ગુજરાતી ભાષી હોવા છતાં હિન્દી પર તેમની સારી પકડ છે. તેઓ હિન્દી બોલે છે, ત્યારે મન થાય છે કે તેમને સાંભળતા જ રહીએ. જો કોઈપણ રાજકીય નેતા સારુ હિન્દી બોલતા હોય અને હિન્દીમાં જ વિષય રજુ કરતા હોય, તો હિન્દી ભાષી લોકોને ખુબ ગમે છે.’ આ અવસરે તેમણે રામ મંદિર અંગે પણ પ્રતિક્રિયા આપી કહ્યું કે, આજની પેઢી માટે રામ મંદિર કોઈ સ્વપ્નથી ઓછું નથી.
સાડા પાંચસો વર્ષની રાહત જોયા બાદ આ ખુશીની ક્ષણ આવી છે. રામ મંદિર બનતું જોવું આજની પેઢી માટે આ સૌભાગ્યની વાત છે. આ આપણું સૌભાગ્ય છે કે, ભગવાનના ઘર માટે બે ઈંટ રાખવાની તક મળી હોય, એવા સમયે આપણે જન્મ્યા છીએ. આજની પેઢી માટે સૌભાગ્યની વાત છે કે, તેમને આ ગૌરવપૂર્ણ ક્ષણમાં ત્યાં ઉપસ્થિત રહેવાની તક મળી.
રામ કથાના આયોજક પ્રેમ સિંહ રાવ સહિત અન્ય લોકોએ સિરોહી વિમાની મથકે કુમાર વિશ્વાસનું સ્વાગત કર્યું હતું. કુમાર વિશ્વાસે પણ આયોજકોનું અભિવાદન ઝીલતા કહ્યું કે, ‘હું નીલકંઠ મહાદેવ મંદિરમાં રામ કથા માટે આવ્યો છે. આ કથાથી મને અને સ્થાનિલ લોકોને નિશ્ચિત લાભ થશે.’ જોકે કુમાર વિશ્વાસે રાજ્યસભામાં જવા અંગે પૂછવામાં આવતા તેમણે પ્રશ્ન ટાળ્યો હતો.
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર જોવું આજની પેઢીનું સૌભાગ્ય છેઃ કુમાર વિશ્વાસ
Total Visiters :104 Total: 1479858