આવકવેરા વિભાગના અધિકારીઓએ પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડવા ઉપરાંત મહારાષ્ટ્રના બિઝનેસમેન ઘનશ્યામ દુબેના ઘરે પણ દરોડા પાડ્યા
મુંબઈ
આવકવેરા વિભાગના અધિકારીઓએ ટેક્સ ચોરીના કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત નિવાસ્થાને દરોડા પાડ્યા છે.
આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળતા અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગના અધિકારીઓએ કરચોરીના કેસમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ મુંબઈના અંધેરી વિસ્તારમાં પ્રદીપ શર્માના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
નોંધનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા નામના ઘરની બહાર વિસ્ફોટકો મુકવાના અને મનસુખ હિરેનની હત્યા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડવા ઉપરાંત મહારાષ્ટ્રના બિઝનેસમેન ઘનશ્યામ દુબેના ઘરે પણ દરોડા પાડ્યા હતા.