આજના સમયમાં બેઠક અને ચૂંટણીની વાત કરવી નાના બનવા સમાન કહેવાશે, વડાપ્રધાને દેશના દિલને જીતવાનું કામ કર્યું છેઃ રાષ્ટ્રીય લોકતાંત્રીક દળના અધ્યક્ષ
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કર્યા બાદ ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકતાંત્રીક દળના અધ્યક્ષ જયંત ચૌધરીએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ સાબિત કરી દીધું છે કે, તેઓ દેશની ભાવનાઓને સમજે છે.’ ભાજપ સાથે હાથ જોડાવાના સવાલ પર તેમણે કહ્યું કે, ‘એનડીએમાં જવા માટે હવે હું કયા મોઢે ના પાડું. કોઈ કસર બાકી નથી.’
જયંત ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘આજના સમયમાં બેઠક અને ચૂંટણીની વાત કરવી નાના બનવા સમાન કહેવાશે. વડાપ્રધાને દેશના દિલને જીતવાનું કામ કર્યું છે.’ એનડીએ સાથે જોડાવાના સવાલ પર તેમણે કહ્યું કે, ‘અમે એનડીએ સાથે જવાની કોઈપણ જાહેરાત કરી નથી, પરંતુ કયા મોઢે ઈન્કાર કરવામાં આવે. કોઈ કસર બાકી રહી હોય તો જણાવો. હું બેઠક અંગે કોઈની પણ સાથે વાત નહીં કરું. હું બેઠક અંગે વડાપ્રધાન સાથે પણ વાત નહીં કરું અને ભાજપના કોઈ વ્યક્તિ સાથે પણ નહીં.’
જયંત ચૌધરીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ એમએસપીની માંગ અને ખેડૂત આંદોલન જેવા મુદ્દાઓ પરથી હટી જશે? તો તેમણે કહ્યું કે, ‘આ એક સજાગ પ્રયાસ હોય છે. ભારત સરકારે ખેડૂતો પાસે પ્રતિ ભાવ રજુ કર્યા છે અને તે સારી બાબત છે.’ આરએલડી એનડીઓમાં સામેલ થઈ જશે, તો તેમણે કહ્યું કે, ‘આ મામલે ઓમપ્રકાશ રાજભરને વધુ ખબર હશે.’
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીએ આજે ટ્વિટ કરીને ત્રણ મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમારી સરકારે રાષ્ટ્રના નિર્માણને ગતિ આપવા દલ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને, ભારતને આર્થિક રીતે આગળ વધારવા બદલ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનીત કરવાનો નિર્ણય લીધો છે.’