શ્રેયસે પ્રેક્ટિસ દરમિયાન પીઠ જકડાઈ જવાની અને ગ્રોઈન ઈજાઓની ફરિયાદ કરી
નવી દિલ્હી
ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગશે તેવુ નજર આવી રહ્યુ છે. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે નુકસાન વેઠી રહેલી ભારતીય ટીમને શ્રેયસ અય્યરના તરીકે વધુ એક ઝટકો લાગી શકે છે. રિપોર્ટ અનુસાર શ્રેયસ અય્યર સીરિઝના અંતિમ ત્રણ ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. કહેવાય રહ્યુ છે કે શ્રેયસે પ્રેક્ટિસ દરમિયાન પીઠ જકડાઈ જવાની અને ગ્રોઈન ઈજાઓની ફરિયાદ કરી છે જે બાદ ન માત્ર ત્રીજી ટેસ્ટમાં પરંતુ સમગ્ર સિરીઝથી તેમના બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યુ છે.
જાણકારી અનુસાર વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ પૂરી થયા બાદ ટીમના તમામ ખેલાડીઓની પ્લેઈંગ કિટ રાજકોટ પહોંચાડી દેવામાં આવી પરંતુ શ્રેયસ અય્યરની કિટ રાજકોટ પહોંચી નથી. તેમની કિટને મુંબઈમાં તેમના ઘરે મોકલી દેવાઈ છે. અય્યરની ઈજાના કારણે આગલી ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટાળવામાં આવી રહી હતી પરંતુ હવે શુક્રવારે ટીમની જાહેરાત થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર શ્રેયસ અય્યરને એનસીએમાં મોકલવાની તૈયારી છે. આ ઈજાના કારણે શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામે બચેલી ત્રણેય ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. જોકે આગલા મહિને શરૂ થનારી IPLમાં તેમની વાપસીની શક્યતા છે. શ્રેયસ અય્યર ગયા વર્ષે પણ બેક ઈજાથી પરેશાન હતા જે બાદ તેમની સર્જરી થઈ હતી. અય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપ દ્વારા ટીમમાં વાપસી કરી હતી.
શ્રેયસ અય્યર જો સિરીઝથી બહાર થાય છે તો સેલેક્ટર્સને તેમનું રિપ્લેસમેન્ટ શોધવુ પડશે. ટીમ ઈન્ડિયાને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલાથી જ જાડેજા અને રાહુલ તરીકે બે ઝટકા લાગી ગયા હતા. જાડેજા અને રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ રમ્યા નહોતા. વિરાટ કોહલીએ અંગત કારણનો હવાલો આપતા બ્રેક માંગ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં કોહલી, જાડેજા, રાહુલ અને અય્યર ન હોવાથી ભારતીય ટીમ કમજોર થતી નજર આવી રહી છે.