રિલાયન્સ ફાઉન્ડેશને 2 લાખ સુધીની સ્કોલરશિપ માટે5 હજાર અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના નામની જાહેરાત કરી

·         પસંદ કરવામાં આવેલા 5 હજાર વિદ્યાર્થીઓના નામની જાહેરાત

·         5,500 થી વધારે શૈક્ષણિક સંસ્થાઓના 58,000થી વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી

·         અરજીનું પરિણામ www.reliancefoundation.org પર જોઇ શકાય છે

·         ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ સમાવેશી શિષ્યવૃત્તિ છે

મુંબઈ, 

: રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ 2023-24ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સ્કોલરશિપ માટે દેશભરમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ સમાવેશી શિષ્યવૃત્તિ છે. શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કનો ભાગ બનવાની તક આપે છે.

ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,500 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 58,000 થી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. તેમાંથી 5000 વિદ્યાર્થીઓની પસંદગી વ્યવસ્થિત અને સઘન પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. ધોરણ 12માં વિદ્યાર્થીઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ અને પરફોર્મન્સ તેનો આધાર બનાવવામાં આવ્યો હતો. પસંદ કરેલા વિદ્યાર્થીઓમાંથી 75% ની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 2.5 લાખથી ઓછી છે.

વિદ્યાર્થીઓ www.reliancefoundation.org પરથી તેમની અરજીનું પરિણામ જાણી શકે છે.

રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે કે જેઓ પોતાને અને તેમના સમુદાયોને ઉત્થાન સાથે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે. વિદ્યાર્થીઓની પસંદગી ગુણવત્તા અને સંસાધનોની ઉપલબ્ધતા (મેરિટ કમ મીન્સ)ના આધારે કરવામાં આવે છે. જેથી કરીને તેઓ કોઈપણ આર્થિક બોજ વગર તેમનો સ્નાતક અભ્યાસ ચાલુ રાખી શકે.

શિક્ષણઉત્કૃષ્ટતા અને નવીનતાના તેના વ્યાપક દ્રષ્ટિકોણના આધારેરિલાયન્સ ફાઉન્ડેશન એ સુનિશ્ચિત કરવાનો સતત પ્રયાસ કરે છે કે મેરિટ કમ મીન્સ‘ અભિગમનો ઉપયોગ કરીને સ્નાતક વિદ્યાર્થીઓના એક મજબૂત અને વૈવિધ્યસભર જૂથને પસંદ કરવામાં આવેજે યુવાનોની ક્ષમતાને બહાર લાવવામાં આવેઅને દેશ નવી ઊંચાઈએ પહોંચે. અત્યાર સુધીમાંરિલાયન્સે 23,136 શિષ્યવૃત્તિઓ પ્રદાન કરી છેજેમાંથી 48% છોકરીઓ અને 3,001 દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે.

આ વર્ષના સમૂહમાં કોમર્સઆર્ટ્સબિઝનેસ/મેનેજમેન્ટકોમ્પ્યુટર એપ્લિકેશનવિજ્ઞાનદવાકાયદોશિક્ષણહોસ્પિટાલિટીઆર્કિટેક્ચરએન્જિનિયરિંગ/ટેક્નોલોજી અને અન્ય અંડરગ્રેજ્યુએટ ડિગ્રી સહિત તમામ શાખાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ 1996 થી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. આ પરંપરાને આગળ વધારતાડિસેમ્બર 2022માં રિલાયન્સના સ્થાપક-ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ પરરિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સનશ્રીમતી નીતા અંબાણીએ જાહેરાત કરી હતી કે તેઓ આગામી 10 વર્ષ દરમિયાન 50,000 શિષ્યવૃત્તિ પ્રદાન કરશે. શિષ્યવૃત્તિ 2023-24 માટે 5000 વિદ્યાર્થીઓના નામોની આ જાહેરાતભારતના ભવિષ્યના નિર્માણ પ્રત્યે રિલાયન્સની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

Total Visiters :376 Total: 1487926

By Admin

Leave a Reply