બેંક ઓફ મહારાષ્ટ્ર ગ્રાહકોને સીમલેસ બેંકિંગ માટે પ્રતિબદ્ધઃ પાંડે

બેન્કોમાં ડિપોઝિટ એકત્રીકરણમાં ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રએ 17.89 ટકા જેટલો સર્વાધિક વૃદ્ધિદર નોંધાવ્યો


અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની, 100મી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિ આરંભ કરવામાં આવ્યો હતો.
વસ્ત્રાલ ખાતેના ઉદ્ઘાટન સમારંભ બાદ, આશિષ પાંડેની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના બેંક ઓફ મહારાષ્ટ્રની તમામ બ્રાન્ચના કર્મચારીઓ માટે ટાઉનહોલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે બેંક ઓફ મહારાષ્ટ્રની તમામ બ્રાન્ચના 250થી વધુ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેનો હેતુ બેંક અને તેના ગ્રાહકો વચ્ચે ભાવિ બેંકિંગ પહેલ અંગે સંવાદને પ્રોત્સાહન આપવાનો છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર તેના ગ્રાહકોને સીમલેસ બેંકિંગ અનુભવો પહોંચાડવા માટે નવીનતા અને ટેકનોલોજીનો લાભ લેવા પ્રતિબદ્ધ છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર આશિષ પાંડેએ જણાવ્યું હતું કે ‘જાહેરક્ષેત્રની બેન્કોમાં ડિપોઝિટ એકત્રીકરણમાં ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રએ 17.89 ટકા જેટલો સર્વાધિક વૃદ્ધિદર નોંધાવ્યો છે. જાહેરક્ષેત્રની બેંકોના પ્રકાશિત ત્રિમાસિક આંકડાઓ અનુસાર, ત્રિમાસિક ગાળા દરમિયાન બેંક ઓફ મહારાષ્ટ્રે થાપણોમાં 17.89% વૃદ્ધિ નોંધાવી છે. બીજા ક્રમે એસબીઆઈ 12.84 ટકાનો વૃદ્ધિદર નોંધાવી શકી છે. ઓછી કિંમતની સીએએસએ થાપણોના સંદર્ભમાં, બેંક ઓફ મહારાષ્ટ્ર 50.19% સાથે ચાર્ટમાં ટોચ પર રહી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 48.98% સાથે બીજા ક્રમે રહી છે. કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સનું ઉચ્ચ સ્તર બેન્કોને તેમના ભંડોળની કિંમત ઓછી રાખવામાં મદદ કરે છે.”

Total Visiters :233 Total: 1488055

By Admin

Leave a Reply