તમામ ખેલાડીને પોતાની ટીમ માટે રણજી રમવા કહેવાશે

Spread the love

રણજી ટ્રોફી દરમિયાન આઈપીએલ મોડમાં આવતા ખેલાડીઓથી બીસીસીઆઈ ખૂબ નારાજ, ઈશાન કિશન નિશાના પર

નવી દિલ્હી
બીસીસીઆઈ એવા ક્રિકેટરોને એક મજબૂત સંદેશ મોકલવાની તૈયારી કરી રહ્યું છે જેઓ ન તો ભારતીય ટીમનો ભાગ છે અને ન તો રણજી ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. બીસીસીઆઈ આવા ખેલાડીઓથી નારાજ છે અને ટૂંક સમયમાં તેમની સામે આદેશ જારી કરી શકે છે. આ યાદીમાં વિકેટકીપર બેટર ઈશાન કિશનનું નામ સૌથી આગળ છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાને અચાનક ટીમ મેનેજમેન્ટ પાસેથી બ્રેકની માંગ કરી હતી, ત્યારબાદ તે સતત ક્રિકેટથી દૂર છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, “જો ઇશાન કિશન ટીમમાં વાપસી કરવા ઈચ્છે છે તો તેણે થોડું ક્રિકેટ રમવું પડશે.” જો કે ઈશાને અત્યાર સુધી રણજી ટ્રોફીની એકપણ મેચ રમી નથી.
થોડા દિવસો પહેલા સમાચાર મળ્યા હતા કે ઇશાન કિશન પંડ્યા બ્રધર્સ સાથે પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઈશાન કિશન રણજી ટ્રોફી માટે નહીં પરંતુ આઈપીએલની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં રણજી ટ્રોફી દરમિયાન આઈપીએલ મોડમાં આવતા ખેલાડીઓથી બીસીસીઆઈ ખૂબ નારાજ છે.
બીસીસીઆઈના સુત્રે જણાવ્યું, “આગામી થોડા દિવસોમાં તમામ ખેલાડીઓને બીસીસીઆઈ દ્વારા રણજી ટ્રોફીમાં તેમના રાજ્યની ટીમ માટે રમવાની જાણ કરવામાં આવશે. જે ખેલાડીઓ રાષ્ટ્રીય ફરજ પર હોય અથવા અનફિટ છે અને એનસીએમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે તેમને જ છૂટ આપવામાં આવશે. બોર્ડ એવા કેટલાક ખેલાડીઓથી ખુશ નથી જેઓ જાન્યુઆરીથી IPL મોડમાં આવી ગયા છે.” જો કે સુત્રે ખુલ્લેઆમ અહીં કોઈ ખેલાડીનું નામ લીધું નથી, પરંતુ સમજી શકાય છે કે આ ચેતવણી માત્ર ઈશાન કિશન માટે છે.

Total Visiters :165 Total: 1479974

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *