યમુના એક્સપ્રેસ વે પર કાર-બસ ટકરાતાં પાંચનાં મોત

અકસ્માતની થોડીકવારમાં જ બંને વાહનો સળગી ગયા હતા, જેના લીધે એક્સપ્રેસ વે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી

આગરા

આજે સવારે યમુના-એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. આગરાથી નોઈડા તરફ જતી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઇ જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. 

આ ઘટના સોમવારે સવારે આશરે પોણા આઠ વાગ્યે બની હતી. થોડીકવારમાં જ બંને વાહનો સળગી ગયા હતા. જેના લીધે એક્સપ્રેસ વે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઇ હતી. બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી પણ કારમાં સવાર પાંચ યાત્રીઓ જીવતાં ભડથું થઈ ગયા હતા. હજુ સુધી કાર અને મૃતકોની ઓળખ થઈ શકી નથી. 

Total Visiters :130 Total: 1487878

By Admin

Leave a Reply