આ બાબતની પીએમજેએવાય યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં હજુ સુદી કોઈ ઉકેલ આવ્યો નથી
અમદાવાદ
ગુજરાત રાજ્યમાં પીએમજેએવાય આયુષ્યમાન યોજના 2016થી કાર્યરત છે. યોજનામાં પ્રાઈવેટ હોસ્પિટલ એસએચએ ગવર્મેન્ટ અને ઈન્યુરન્સ કંપની સાથે થર્ડપાર્ટી એમઓયુ કરવામાં આવે છે, પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેસલેસ સારવાર આપવામાં આવે છે. એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને 15 દિવસની અંદર ઈન્સુરન્સ કંપની દ્વારા કરવાનું હોય છે અને જો વીમા કંપની દ્વારા 15 દિવસ પછી પેમેન્ટ કરે તો 0.1% લેખે પર અઠવાડિયે વ્યાજ ચુકવણીની જોગવાઈ છે.
તેમ છતાં ગુજરાતની 300થી વધારે પ્રાઈવેટ પીએમજેએવાય એમ્પેનલ્ડ હોસ્પિટલની પોલિસી 5, 6, 7ના (જુલાઈ 2021 થી જુલાઈ 2023) છેલ્લા 2 વર્ષના આશરે 300 કરોડથી વધુ પેમેન્ટ બાકી છે.
પરંતુ હવે લાંબાસમય સુધી આ બીલની ચુકવણી નથી કરવામાં આવતી ત્યારે ખર્ચ કરવા માટે હોસ્પિટલ પહોંચી ન શકે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. હોસ્પિટલને સારવાર દરમિયાન જરૂરી દવાઓ, અન્ય સંશાધનો, સ્ટાફ પગાર વગેરેનો ખર્ચ દર મહિને ચૂકવવો પડે છે. પરંતુ જ્યારે બાકી બીલની રકમ મહિનાઓ અને વર્ષો સુધી ન મળવાને કારણે અત્યંત ગંભીર આર્થિક કટોકટી હોસ્પિટલો માટે સર્જાઈ છે.
આ બાબતની પીએમજેએવાય યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં દરેક વખતે બાહેધરી આપવામાં આવે છે કે હોસ્પિટલને તાત્કાલિક ધોરણે બિલની ચુકવણી કરવામાં આવશે. પરંતુ હજુ સુધી ઘણી મોટી રકમની ચુકવણી બાકી છે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર યોગ્ય સારવાર પીએમજેએવાય યોજના હેઠળ મળતી રહે તે માટે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલોના બાકી બિલની ચુકવણી સતવરે કરવાની જરૂર છે.
છેલ્લા દોઢ વર્ષથી વારંવાર પીએમજેએવાય અધિકારીઓ, CDHO સાહેબ, હેલ્થ સેક્રેટરી સાહેબ, પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ મિનિસ્ટ શ્રી ઋષિકેશભાઈ પટેલ, સીએમ સાહેબ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, યુનિયન હેલ્થ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિવસ સુધી પેન્ડિંગ પેમેન્ટ કરવામાં આવ્યું નથી. અત્યારે ઘણી પ્રાઈવેટ હોસ્પિટલોને પીએમજેએવાય સેવા બંધ કરવી પડે એવી આર્થિક સંકળામણ સર્જાઈ છે.