બોડી શેમિંગ કોમેન્ટ કરનારા યુઝર્સને બુમરાહની પત્નીએ ફટકાર લગાવી

Spread the love

ભાભી જાડી દેખાઈ રહી છે, આના પર સંજનાએ લખ્યું, સ્કૂલના વિજ્ઞાનના પુસ્તકો તો યાદ થતા નથી અને મહિલાઓના શરીર પર કોમેન્ટ કરો છો, ભાગો અહીંથી

મુંબઈ

ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધા બાદ જસપ્રીત બુમરાહ ગુરુવારે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એક્શનમાં દેખાશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ભારતીય ટીમે જીતી સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ મેચમાં 9 વિકેટ લઈને ભારતને સીરિઝ બરાબર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચ બાદ ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓની જેમ બુમરાહે પણ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

બુમરાહે તેની પત્ની સંજના ગણેશન સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જણાવી દઈએ કે સંજના એક જાણીતી સ્પોર્ટ્સ એન્કર છે. હાલમાં જ આ કપલે તેમનાં પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. જો કે સંજના ગણેશન પર એક યુઝરે બોડી શેમિંગ કોમેન્ટ કરી હતી. આ માટે બુમરાહની પત્નીએ તેને ફટકાર લગાવી હતી.

યુઝરે કોમેન્ટ કરી, “ભાભી જાડી દેખાઈ રહી છે.” આના પર સંજનાએ લખ્યું, “સ્કૂલની વિજ્ઞાનની પુસ્તકો તો યાદ થતી નથી તમારાથી, મહિલાઓના શરીર પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છો. ભાગો અહીંથી…” સંજના ગણેશનના આ જવાબના સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. આવા ફોટા પર ટિપ્પણી કરવી એ કોઈ પણ સંજોગોમાં રમુજી નથી. સંજનાએ હાલમાં જ પુત્રને જન્મ આપ્યો હતો અને ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું સ્વાભાવિક છે.

Total Visiters :90 Total: 1045444

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *