રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેને ટિકિટ અપાઈ
નવી દિલ્હી
ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી હતી.
આ સાથે જ બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેના નામની પણ જાહેરાત કરાઈ હતી. ચંદ્રકાંત મહારાષ્ટ્રના દલિત નેતા છે. હજુ મધ્યપ્રદેશની એક, તેલંગાણાની બે અને કર્ણાટકની ત્રણ રાજ્યસભા બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે.
Total Visiters :122 Total: 1469288