હાર ન જીરવાતા ફૂટબોલ ચાહકે ટીવી તોડી નાખ્યું

Spread the love

કેનસસ સિટી ચીફ્સે સાન ફ્રાન્સિસ્કો 49ઈઆરએસ સામે જીત નોંધાવી છે

નવી દિલ્હી

દુનિયામાં ક્રિકેટની જેમ જ ફૂટબોલના રસીકોની અછત નથી. લોકો આ માટે પોતાની મનપસંદ ટીમથી લઈને મનપસંદ પ્લેયર માટે પાગલ રહે છે અને જો પોતાની પસંદની ટીમ કે ખેલાડી હારી જાય તો તેને પોતાની હાર માનીને અકળાઈ જાય છે.

સુપર બાઉલ 2024ની એક રોમાંચક મેચમાં કેનસસ સિટી ચીફ્સે સાન ફ્રાન્સિસ્કો 49ઈઆરએસ સામે જીત નોંધાવી છે. ચીફ્સના પ્રશંસકોએ પોતાની ટીમની જીતનો જશ્ન મનાવ્યો, 49ઈઆરએસ ના સમર્થકો વચ્ચે માહોલ બિલકુલ અલગ હતો. ટીવી પર મેચ જોઈ રહેલા 49ઈઆરએસ ના એક ચાહકને આનાથી એટલો ગુસ્સો આવ્યો કે તેણે ટીવી જ તોડી દીધુ. ટીવી તોડતા શખ્સનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં કોઈ શખ્સને કંટ્રોલ કરવા માટે ખેંચીને ઘરમાંથી બહાર લઈ જઈ રહ્યા છે. એક મહિલા તૂટી ચૂકેલા ટીવીને ચેક કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે પહેલા પણ આવા મામલા સામે આવ્યા છે. ગયા વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હારથી નિરાશ અમુક ચાહકોએ દુકાનથી ટીવી ઉઠાવીને તોડી દીધાનો કિસ્સો ઝાંસીનો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટથી મેચ જીતીને વર્લ્ડ કપની ટ્રોફી છઠ્ઠી વખત પોતાના નામે કરી લીધી હતી.

Total Visiters :114 Total: 1469481

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *