આંદોલનકારી ખેડૂતો જરૂરી વસ્તુઓનો છ માસ ચાલે એટલો જથ્થો લઈને આવ્યા

કેન્દ્ર સામે ચોવીસે કલાક લડત આપી શકાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં છ મહિના ચાલે તેટલા રાશન અને ડીઝલનો જથ્થો લઈને આવ્યા

નવી દિલ્હી

પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને ફરીથી આંદોલનની શરૂઆત કરી છે અને આ વખતે પણ લાંબા સમય સુધી ટકરાવ ચાલે તેવી શક્યતા છે. અગાઉ ત્રણ કૃષિ કાયદાના કારણે ખેડૂત આંદોલન થયું હતું અને સરકારે કાયદાનો અમલ મોકુફ રાખવો પડ્યો હતો. આ વખતે લઘુતમ ટેકાના ભાવ સહિતના મામલે ખેડૂતો લડાયક મૂડમાં છે. તેમાં પણ હરિયાણા અને પંજાબના સદ્ધર ખેડૂતો મોટી લડાઈ માટે સજ્જ હોય તેવું લાગે છે. કેન્દ્ર સરકાર સામે ચોવીસે કલાક લડત આપી શકાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં છ મહિના ચાલે તેટલા રાશન અને ડીઝલનો જથ્થો લઈને આવ્યા છે.

આજે સવારે ખેડૂતોએ પોલીસનો સુરક્ષાઘેરો અને બેરીકોડ તોડીને દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. તેના કારણે થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. અગાઉ પણ જોવા મળ્યું છે કે ખેડૂૂતો મહિનાઓ સુધી આંદોલન ચલાવી શકે છે અને વારાફરતી આવ-જા કરે છે. તેથી આંદોલન પણ ચાલુ રહે અને તેમની ખેતી પણ થતી રહે.

કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે આ વખતે તેમની ધીરજની કસોટી થવાની છે તેથી તેઓ પૂરી તૈયારી કરીને આવ્યા છે. અગાઉ 2020માં આંદોલન થયું ત્યારે તેઓ દિલ્હીની બોર્ડર પર 13 મહિના સુધી ડેરા જમાવીને બેઠા હતા.

Total Visiters :99 Total: 1488277

By Admin

Leave a Reply