ઈન્ડિયન ઓઈલ દ્વારા નઈ દિશા-સ્માઇલ ફોર જુવેનાઇલના ચોથા તબક્કાનો પ્રારંભ

પરિવર્તન-પ્રિઝન ટુ પ્રાઇડના સાતમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો

અમદાવાદ
ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે ઈન્ડિયન ઓઈલના ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને જેલ અધિકારીઓની હાજરીમાં ‘પરિવર્તન-પ્રિઝન ટુ પ્રાઇડ’ ના સાતમાં અને ‘નઈ દિશા-સ્માઇલ ફોર જુવેનાઇલ’ ના ચોથા તબક્કાનો શુભારંભ કર્યો હતો. પરિવર્તનનો સાતમો તબક્કો અને નઈ દિશાનો ચોથો તબક્કો 11 જેલો અને 12 જુવેનાઇલ હોમ્સને આવરી લેશે, જેમાં 14 રાજ્યોમાં આશરે 1115 સહભાગીઓને આવરી લેવામાં આવશે.
આ અનોખા સામાજિક સંરક્ષણ કાર્યક્રમોના આગામી તબક્કાઓનું ઉદ્ઘાટન કરતા એસ. એમ. વૈદ્યે જણાવ્યું હતું કે, “‘રાષ્ટ્ર પ્રથમ’ ના અમારા મૂળ મૂલ્યને અનુરૂપ એવી કારોબાર સિવાયની આ પહેલ અંગે અમે અત્યંત ગર્વનો અનુભવ કરી રહ્યાં છીએ. તેનો હેતુ શારીરિક અને માનસિક સુખાકારીની સાથે સાથે જ રમતગમત દ્વારા જેલના કેદીઓ અને કિશોરોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. શિસ્ત, ટીમ વર્ક, દ્રઢતા અને હેતુ આપવામાં સ્પોર્ટ્સની મહત્વની ભૂમિકા છે. વાસ્તવમાં આ પ્રયાસ માટે અત્યાર સુધી આપણને વૈશ્વિક સ્તરે જે સન્માન અને ઓળખ મળી છે તેનાથી આ પહેલને વધુ વિસ્તારવાનો આપણો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે.
બાળસંરક્ષણ ગૃહમાં યુવા કેદીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી ‘નઈ દિશા’ વિશે વિસ્તારથી જણાવતા વૈદ્યે જણાવ્યું હતું કે, “અમે સમજીએ છીએ કે પ્રારંભિક વર્ષો મહત્વપૂર્ણ છે અને તેને ધ્યાનમાં રાખીને યુવાનોને વિકાસના માર્ગ તરફ દોરવામાં મદદ કરવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. તેમને વિવિધ રમતોમાં તાલીમ આપીને, અમે તેમની ઊર્જાને રચનાત્મક રીતે સંચાલિત કરવાની અને તેમનામાં શિસ્ત, સ્થિતિસ્થાપકતા અને આત્મવિશ્વાસ સ્થાપિત કરવાની આશા રાખીએ છીએ.

Total Visiters :250 Total: 1488369

By Admin

Leave a Reply