ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ઉમર અયુબનું નામ આગળ ધર્યું
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહનો સમય વિતવા છતાં સરકાર બનાવવાની માથાકૂટ હજુ પણ યથાવત્ છે. એકતરફ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે શાહબાજ શરીફને ખુરશી પર બેસાડવા તૈયારી કરી લીધી છે, તો બીજીતરફ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ઉમર અયુબનું નામ આગળ ધર્યું છે.
આ વખતની ચૂંટણીમાં ઈમરાન ખાનના પક્ષને ચિહ્ન અપાયું ન હતું, જેના કારણે તેમણે અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને સૌને વધુ 93 બેઠકો જીતી છે. જ્યારે બીજા નંબરે નવાઝ શરીફ ની પાર્ટીએ 75 બેઠકો, ત્રીજા નંબરે પીપીપીએ 54 બેઠકો જીતી છે.
વડાપ્રધાન પદની રસાકસી વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, સેના ની સહમતી બાદ શાહબાજ શરીફ ને જ વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લેવાયો છે અને આ માટે નવાઝ શરીફ પણ રાજી થઈ ગયા છે, તેથી પીએમએલ-એનઅને પીપીપીગઠબંધન બનાવી રહી છે. તો બીજીતરફ ઈમરાન ખાનની પાર્ટીએ પણ ગેમ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સમાચારપત્ર ‘ધ ન્યૂઝ’ના અહેવાલો મુજબ સેનાએ ઈમરાન ખાનનો સંપર્ક કરી વડાપ્રધાન બનવાની ઓફર કરી છે. સેનાએ એવી શરત મુકી છે કે, ઈમરાન 9 મેની હિંસા મામલે માફી માંગે અને સેના વિરુદ્ધ કોઈપણ ઘટના કે નિવેદન બાજી નહીં કરે.