આ નિર્ણયથી માત્ર ભારતની સમુદ્રી તાકાત જ નહીં, પરંતુ આનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન પણ મળશે
નવી દિલ્હી
દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 9 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવાશે. આ કરારની કુલ કિંમત 29,000 કરોડ રૂપિયા છે.
બુધવારે સંરક્ષણ મંત્રાલયે કાનપુર સ્થિત એક કંપની સાથે 1752.13 કરોડ રૂપિયાની ડીલના કરાર કર્યા છે. કરાર મુજબ 463, 12.7 એમએમની રિમોટ કંટ્રોલ બંદૂકનું પણ નિર્માણ કરાશે. આ બંદૂક પણ નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જવાનોને અપાશે. સંરક્ષણ મંત્રાલયના આ નિર્ણયથી માત્ર ભારતની સમુદ્રી તાકાત જ નહીં, પરંતુ આનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન પણ મળશે. કરાર મુજબ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ અને એરબસ સંયુક્ત રીતે એરક્રાફ્ટ બનાવશે. આ એરક્રાફ્ટ અત્યાધુનિક રડાર સિસ્ટમ અને સેન્સરની સજ્જ હશે.