અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

Spread the love

સુહાનીના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માટે તે દવાઓ લઈ રહી હતી, પરંતુ આ દવાઓના રિએક્શનથી સુહાનીના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું

ફરિદાબાદ

ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની નાની પુત્રી બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાનીએ આ દુનિયાને અલવિદા કહી દેતા પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

અહેવાલો અનુસાર, સુહાની ભટનાગર છેલ્લા કેટલાક દિવસોથી ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ હતી અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા સમય પહેલા સુહાનીના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માટે તે દવાઓ લઈ રહી હતી, પરંતુ આ દવાઓના રિએક્શનથી સુહાનીના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે સુહાનીએ ગઈકાલે સાંજે દુનિયાને અલવિદા કહી દીધું. આજે ફરીદાબાદમાં સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

સુહાની ભટનાગર 25 નવેમ્બર 2021થી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટિવ નથી. જો કે આ પહેલા તે અવારનવાર તેના ફોટા શેર કરતી હતી. સુહાનીનું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુહાનીનો લુક ઘણો બદલાઈ ગયો હતો. તે પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ હતી. સુહાની તેના અભ્યાસના કારણે ફિલ્મોથી દૂર રહી હતી. 

Total Visiters :187 Total: 1469178

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *