આગ જોઈને શ્વાન દોડે છે અને એક્સ્ટેંશન બોર્ડને ખેંચી કોઈક રીતે તેને ઇલેક્ટ્રિક સ્કૂટરથી અલગ કરી પછી તે પાછો આવીને પલંગ પર બેસી જાય છે
નવી દિલ્હી
શ્વાન એક વફાદાર અને ચપળ પાલતું પ્રાણી છે આ વાત સૌ કોઈ જાણે છે. પરંતુ શ્વાનની ચપળતા મનુષ્યો માટે કેટલી અસરકારક સાબિત થઇ શકે છે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નથી. હાલમાં જ એક એવા પાલતું શ્વાનનો એક વીડિયો વાયરલ થયો છે જેણે આખા પરિવારનો જીવ બચાવ્યો હતો. જેનો વીડિયો આશ્ચર્યજનક છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે લે શ્વાન એક નાનકડા ખાટલા પર બેઠો છે. આ દરમિયાન નજીકમાં ઉભેલા ઈલેક્ટ્રિક સ્કૂટર સાથે જોડાયેલા એક્સ્ટેંશન બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ આગ ધીરે ધીરે ઇલેક્ટ્રિક સ્કૂટરને પકડવા લાગે છે. આ જોઈ શ્વાન દોડે છે અને એક્સ્ટેંશન બોર્ડને ખેંચી કોઈક રીતે તેને ઇલેક્ટ્રિક સ્કૂટરથી અલગ કરે છે. આ પછી તે પાછો આવે છે અને પલંગ પર બેસી જાય છે. આ દરમિયાન આગ પણ ઓલવાઈ જાય છે. શ્વાનની બુદ્ધિમત્તાને કારણે આખું ઘર ભીષણ આગમાં બળવાથી બચી ગયું હતું.