પાક.નું એફ-16 ધ્વસ્ત કરનાર ભારતીય મિસાઈલ નિશાન ચૂકી

Spread the love

રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા-આર મિસાઈલે સચોટ નિશાન તાક્યું

પોખરણ

પોખરણમાં વાયુશક્તિ 2024 યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના તેજસ ફાઈટર જેટએ એક હવાઈ ટારગેટ તરફ આર-73 મિસાઈલ ફાયર કરી હતી જે ટારગેટને ચૂકી ગઈ. જ્યારે રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા Iઆર મિસાઈલે સચોટ નિશાન તાક્યું હતું. 

હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું આર-73 મિસાઈલનો ઉપયોગ ભવિષ્યમાં ચાલુ રાખવો જોઈએ કે પછી તેની જગ્યાએ કોઈ અન્ય સ્વદેશી કે વિદેશી હથિયારનો ઉપયોગ શરૂ કરવામાં આવે. તેજસે આર-73 મિસાઈલ ત્યારે ફાયર કરી હતી જ્યારે હવામાન પણ યોગ્ય હતું. ટારગેટ સામે જ હતું તેમ છતાં મિસાઈલ ટારગેટ ચૂકી ગઇ હતી. 

એવું લાગે છે કે તેનું ફ્યૂઝ ટ્રિગર થયું નહોતું. જોકે અસલ કારણ અત્યાર સુધી સામે આવ્યું નથી પણ આ મામલે તપાસ ખૂબ જ જરૂરી છે. સાથે જ એવી પણ ચર્ચા શરૂ થઇ છે કે તેજસ ફાઈટર જેટમાં આ મિસાઈલનો ઉપયોગ કરવો કે નહીં? 

એરફોર્સ પણ આર-73 મિસાઈલની મર્યાદાઓથી વાકેફ છે. એવી માગ થઈ રહી છે કે તેજસ ફાઈટર જેટને એએસઆરએએએમથી લેસ કરવામાં આવે. જેથી ક્લૉઝ કોમ્બેટ દરમિયાન સચોટ નિશાન તાકી શકાય. જોકે એ પણ જાણવું જરૂરી છે કે આ જ આર-73 મિસાઈલ વડે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના એફ-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ મિસાઈલને ભારતમાં બનાવવાની તૈયારી ચાલી રહી હતી. હાલ તેને રશિયાની ટેક્ટિકલ મિસાઈલ કોર્પોરેશન બનાવે છે.

Total Visiters :58 Total: 1479924

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *