બીએસઈ સેન્સેક્સ 281 પોઈન્ટ ઉછળીને 72,708 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 81 પોઈન્ટના વધારા સાથે 22122ના સ્તરે બંધ થયો
મુંબઈ
એનએસઈ નિફ્ટીએ સ્થાનિક શેરબજારમાં નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આજના ટ્રેડિંગમાં એનએસઈ નિફ્ટીએ 22,157.90ની નવી ઓલ-ટાઇમ હાઈ લેવલ નોંધાવી છે અને પ્રથમવાર 22,150ની સપાટી પાર કરી લીધી છે. એનએસઈની સત્તાવાર વેબસાઈટ પરના ડેટા મુજબ આ ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા બાદ શેરબજારનું માર્કેટ કેપિટલાઈઝેશન 386.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
આજે સવારે નિફ્ટી 22,103.45 પર ખુલ્યો હતો. દિવસભરના કારોબાર દરમિયાન નીચે 22,021.05ની સપાટી પર જઈને આવ્યા બાદ ઊંચે 22,186.65ની સપાટી પર જોવા મળ્યો હતો. ત્યારબાદ કારોબારના અંતે 22,122.25 પર બંધ થયો હતો.
સવારે શેરબજાર શ્રેષ્ઠ શરૂઆત સાથે લીલા નિશાન પર ખુલ્યું હતું, પરંતુ અડધા કલાકની અંદર સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર આવી ગયું હતું. ત્યારબાદ માર્કેટમાં ફરી વધારો થયો અને માર્કેટ ખુલ્યાના બે કલાકમાં નિફ્ટીએ ઈતિહાસ નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી ગયો છે.
આજના ટ્રેડિંગ સેસશનની સમાપ્તી બાદ બેંક નિફ્ટી 0.32 ટકા એટલે કે 150.65 વધારા સાથે 46,535.50 પર બંધ થયું હતું. આજે બેંક નિફ્ટીના કારોબારમાં સૌથી નીચી સપાટી 46,317.70 અને સૌથી ઊંચી સપાટી 46,717.40 પર જોવા મળી હતી.
શેરબજારનો કારોબાર સોમવારે સારી નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 281 પોઈન્ટ ઉછળીને 72,708 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 81 પોઈન્ટના વધારા સાથે 22122ના સ્તરે બંધ થયો હતો. શેરબજારમાં કોલ ઈન્ડિયા લિમિટેડના શેર ચાર ટકા તૂટ્યા જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો 1.4 ટકા ઘટીને બંધ થયા. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેર, જે શેરબજારના ટોપ ગેઇનર્સમાં હતા, તે ત્રણ ટકા વધ્યા હતા જ્યારે બજાજ ફિનસર્વના શેર 2.81 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
સોમવારે શેરબજારના કામકાજમાં સારી ગતિ નોંધાઈ રહી હતી. શેરબજારના ટોપ ગેનર્સની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, સિપ્લા, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક અને ડોક્ટર રેડ્ડીઝના શેર ત્રણ ટકાના વધારા સાથે સામેલ હતા. શેરબજારના ટોપ લુઝર્સની યાદીમાં કોલ ઈન્ડિયા, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, એલટીઆઈ માઇન્ડ ટ્રી, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અને હીરો મોટોકોર્પના શેરનો સમાવેશ થાય છે.
શેરબજારમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સિવાય તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં વધારો નોંધાયો છે.
સોમવારે ગૌતમ અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી બે સિમેન્ટ કંપનીઓના શેરમાં નબળાઈ નોંધાઈ હતી. એસીસી લિમિટેડ અને અંબુજા સિમેન્ટના શેર થોડી નબળાઈ સાથે બંધ થયા હતા, જ્યારે અદાણી વિલ્મરના શેરમાં લગભગ 6 ટકા અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં લગભગ ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો.
શેરબજારના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સ, સર્વોટેક પાવર, બંધન બેંક, આઈટીસી, એલઆઈસી, કજરિયા સિરામિક્સ, ઈન્ડિયન ઓઈલ અને ગેઈલના શેરમાં તેજી હતી જ્યારે કેમ્બોન્ડ કેમિકલ્સ, ડીપી વાયર્સ, ગલ્ફ ઓઈલ, ત્યાંના શેરો વધ્યા હતા. પંજાબ નેશનલ બેંક, બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ, સાઉથ ઈન્ડિયન બેંક અને સ્પાઈસ જેટના શેરમાં નબળાઈ જોવા મળી છે.