લાયન્સ ક્લબ્સના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડૉ. પેટ્ટી હિલ અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે

Spread the love

ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી કૉલેજ આધારિત 25 લીઓ ક્લબની સ્થાપના કરાશે

અમદાવાદ 

લાયન્સ ક્લબ્સના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડૉ. પેટ્ટી હિલ, કેનેડાથી 23-25 ફેબ્રુઆરી 2024 દરમિયાન ગુજરાતની મુલાકાતે આજરોજ શહેરમાં આવ્યા હતાં. ડો.પેટ્ટી હિલે ગુજરાત કોલેજ પાસે 25000 સ્કેવર ફૂટ મોટા રોહિત મહેતા મેડિકલ હબ અને બીજા લાયન્સ કિડની ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ રોહિત મહેતા મેડિકલ હબને સંપૂર્ણ સુવિધાયુક્ત લાયન્સ મોબાઈલ(મેડિકલ) વાન સોંપી હતી.

શહેરની વિવિધ પેથોલોજી લેબમાં થતાં વિવિધ ટેસ્ટોની કિંમતના 30 ટકા જેટલા ચાર્જમાં રોહિત મહેતા મેડિકલ હબ ખાતેની પેથોલોજી લેબમાં વિવિધ ટેસ્ટ કરી આપવામાં આવશે.

 આ પ્રસંગે લાયન્સ પ્રવીણ છાજડ (પીઆઈડી) તેમજ ગુજરાતના સાતેય ડીસ્ટ્રીક્ટ ગર્વનરો તેમજ ભૂતપૂર્વ ગર્વનરો ઉપસ્થિત રહ્યા હતાં. રોહિત મહેતા મેડિકલ હબ ખાતે લોકાર્પણ કરાયેલા ડાયાલિસિસ સેન્ટર માટે પાર્વતીદેવી શંકરલાલ ચૌધરી તરફથી રૂ. 1 કરોડનું દાન સંસ્થાને પ્રાપ્ત થયું છે અને રોહિત મહેતા મેડિકલ હબને સંપૂર્ણ સુવિધાયુક્ત મેડિકલ વાન એમપી ફાયનાન્સિયલ દ્વારા દાનમાં આપવામાં આવી છે. 

ડૉ. પેટ્ટી હિલ આવતીકાલે લાયન્સના હાલના વિવિધ પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે, જેમાં ઓગણજ ખાતે આવેલી લાયન્સ કર્ણાવતી આંખની હોસ્પિટલ, 20 વર્ષથી ચાલતી એલએમએલ સ્કૂલ, રોહિત મહેતા મેડિકલ હબ, લાયન્સ બ્લડ બેંક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 63 નવી લાયન્સ ક્લબનું ઉદ્ઘાટન કરશે, જેમાં 1200થી વધારે લોકો લાયન્સ ક્લબની મેમ્બરશીપ સાથે જોડાશે. તેમજ અમદાવાદ આગામી આઈએસએએમઈ ફોરમ 2025 નું આયોજન કરી રહ્યું છે તે અંગેની જાહેરાત કરશે. અગાઉ અમદાવાદ શહેરમાં વર્ષ 2004 અને 2015 માં બે આઈએસએએમઈ ફોરમનું સફળતાપૂર્વક આયોજન થઈ ચુક્યું છે.

રવિવારે ડો. પેટ્ટી હિલ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નીરજા અરુણ ગુપ્તા સાથે ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી કૉલેજ-આધારિત 25 લીઓ ક્લબની સ્થાપના કરશે. આ કોલેજ-આધારિત લીઓ ક્લબ યુવાનોને નેતૃત્વ, સેવાનો અનુભવ વિકસાવવા અને તેમને જવાબદાર નાગરિક બનવા માટે તૈયાર કરવાની તક પૂરી પાડશે. ન્યૂ લાયન્સ ક્લબ્સ સમુદાયમાં સેવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે વધુ હાથ વિકસાવવામાં અમને મદદ કરશે. આ સાથે ગુજરાતમાં 7 લાયન્સ જિલ્લાઓમાં અમારા 20,000 લાયન્સ મેમ્બરશિપ સભ્યો છે.

ડો. પેટ્ટી હિલ ટીમના એ સભ્યોનું સન્માન કરશે કે જેમણે સમગ્ર ગુજરાતની વિવિધ કોલેજોમાં વ્યસનમુક્તિ અવેરનેસ ડ્રાઇવ સફળતાપૂર્વક ચલાવી અને અમદાવાદના 1,00,000થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી વ્યસનમુક્તિ અવેરનેસ ડ્રાઇવ પહોંચાડી છે.

તેમની મુલાકાત દરમિયાન, તે ગુજરાતના તમામ 7 જિલ્લા ગવર્નરો સાથે મુલાકાત કરશે અને ગુજરાત લાયન્સ લીડરશિપ મીટિંગમાં ભાગ લેશે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાથેની તેમની મુલાકાત ગુજરાતમાં લાયન્સ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને સમર્થન આપશે

Total Visiters :230 Total: 1479865

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *