આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ‘ગેમ ઓફ લાઇફ’ ડિસ્રપ્ટિવ ગેમિફિકેશન-કેન્દ્રિત કેમ્પેઇન સાથે ઇન્શ્યોરન્સને પુનઃવ્યાખ્યાયિત કરે છે

મુંબઈ

ભારતની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ઇન્શ્યોરન્સ કમ્યૂનિકેસનને પુનઃવ્યાખ્યાયિત કરવાના વધુ એક નવીનતમ તથા અભૂતપૂર્વ પહેલમાં ઇનોવેટિવ ઇન્ટિગ્રેટેડ મીડિયા કેમ્પેઇન ‘ગેમ ઓફ લાઇફ’ લોન્ચ કર્યું છે. ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સૌપ્રથમ પ્રકારનો આ કન્સેપ્ટ ઇન્શ્યોરન્સની વ્યવહારિકતાને ગેમિંગના રોમાંચ સાથે જોડે છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અથવા પરંપરાગત માર્કેટિંગ આઇડિયા પર ઉદ્યોગના મદારથી અલગ હટીને આ કેમ્પેઇન વર્ચ્યુઅલ ગેમ્સની લોભામણી અપીલ અપનાવે છે. આ એક નવીનતમ અભિગમ છે જે ડિજિટલ બનેલી જનરેશન સાથે ઊંડે સુધી જોડાય છે અને ન કેવળ યુવા પેઢીમાં પરંતુ ટેક કેન્દ્રિત કંપની તરીકે પણ બ્રાન્ડની અપીલને વધારે છે.

કેમ્પેઇનનો સાર એક ધ્યાનાકર્ષક ફિલ્મ છે જે અસલ જેવા લાગતા જ વર્ચ્યુઅલ ગેમિંગ વિશ્વનમાં તૈયાર થયેલી છે. ફિલ્મમાં નાયક થર્ડ-પર્સન ગેમ ઇન્ટરફેસમાં જીવનના પડકારોનો સામનો કરે છે. આ પરિપ્રેક્ષ્યમાં એક મહત્વની બાબત એવા લાઇફ/પાવર બારમાં પાત્રના અનુભવો મુજબ વધ-ઘટ થયા કરે છે. તે વિઝ્યુઅલી બતાવે છે કે અણધારી બીમારી કે અકસ્માત જેવા જીવનના તબક્કે કેવી રીતે આપણા જીવનની શક્તિ ઘટે છે. આવી પરિસ્થિતિઓમાં ઇન્શ્યોરન્સની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રતીકાત્મકરૂપે ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મની કોરિયોગ્રાફી અને ચિત્રણ ન કેવળ ધ્યાનાકર્ષક છે પરંતુ ખૂબ જ અસરકારક અને ભાવપૂર્ણ પણ છે. આ કન્સેપ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાતો પર પ્રકાશ પાડવા માટે ઉદ્યોગમાં સૌપ્રથમ અને ડિસ્રપ્ટિવ છે.

આ પ્રમોશનલ ફિલ્મમાં વાસ્તવિક મનુષ્યો દર્શાવવામાં આવ્યા છે જેઓ વર્ચ્યુઅલ માહોલમાં ગેમિંગ કેરેકટર્સની જેમ જ અભિયન કરે છે. ફિલ્મનો નાયક આરોગ્યપ્રદ અને બિન-આરોગ્યપ્રદ વિકલ્પો વચ્ચેની પસંદગી કરવામાં અવઢવ અનુભવે છે જે તેમના આરોગ્યના આવા નિર્ણયો પર પડતી અસરને દર્શાવે છે. આ સુખાકારી જાળવવા માટે તંદુરસ્ત પસંદગીઓને પ્રોત્સાહન આપવાના આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના મૂળ મૂલ્યો સાથે સરળતાથી મેળ ખાય છે અને અણધારી પરિસ્થિતિમાં સપોર્ટ પણ પૂરો પાડે છે. આ કેમ્પેઇન આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને એક ઇન્શ્યોરન્સ કંપની કરતાં સવિશેષ સ્થિતિમાં મૂકવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેને જીવનના આવરોધોનો સામનો કરવા તથા તેમાંથી બહાર આવવા માટે લોકોને સશક્ત બનાવતા એક મહત્વના સાથી તરીકે બતાવવામાં આવી છે, જે ‘પાવર બટન’નું પ્રતીક છે જે પ્લેયર્સને તેમની બેટરીને ‘ગ્રીન ઝોન’માં કે ‘પ્રોટેક્ટેડ ઝોન’માં રાખવામાં મદદ કરે છે. રોજબરોજના પડકારોથી માંડીને મહત્વની પીછેહઠ સુધી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ઇન્શ્યોન્સ સોલ્યુશન્સ તૈયારી અને સ્થિતિસ્થાપકતાની ચાવી છે જે પરિસ્થિતિને ઇન્શ્યોરન્સ લેનારની તરફેણમાં વાળી દે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆર હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે “અમે અમારા નવા બ્રાન્ડ કેમ્પેઇન ગેમ ઓફ લાઇફ વિશે ખૂબ જ રોમાંચિત છીએ. નવીનતા માટેના અમારા સતત પ્રયાસમાં આ કેમ્પેઇન ગેમિંગ વર્લ્ડ અને ગેમિંગ કેરેક્ટર્સથી પ્રેરણા લઈને અનોખી કથા અને સ્વર સાથે એક મૌલિક અને ડિસ્રપ્ટિવ અભિગમ છે. કેન્દ્રીય થીમ તરીકે જીવનનો ખેલ અનિશ્ચિતતાઓથી ભરેલો છે અને પ્રેક્ષકને સુરક્ષિત રહેવા તથા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે પોતાને રિવાઇવ કરવાની વિનંતી કરે છે.  પાત્રોને ગેમ જેવી સ્થિતિમાં મૂકીને અમે વાસ્તવિક જીવનની સ્થિતિઓને ભેગી કરીને એક સંબંધિત વાર્તા બનાવી છે જે એવું જણાવે છે કે જો તમારી પાસે પૂરતું સુરક્ષા કવચ હોય તો તમારું જીવન કેવી રીતે વધી શકે છે. ગેમિફિકેશન એ માત્ર રચનાત્મક વિકલ્પ જ નહોતો, પરંતુ પ્રેક્ષકો, ખાસ કરીને યુવાન વર્ગના પ્રેક્ષકો સાથે જોડાવા માટેનો વ્યૂહાત્મક પ્રયાસો હતો જેથી તેમને જીવનના વહેલા તબક્કે જ ઇન્શ્યોરન્સનું મૂલ્ય સમજાવવામાં મદદ મળી શકે.” 

ઓગિલ્વિના એક્ઝિક્યુટિવ ક્રિએટિવ ડિરેક્ટર તાલ્હા બિન મોહસિન અને મહેશ પરબે જણાવ્યું હતું કે “જો આપણું જીવન એટલું જટિલ નહોતું અને જે ગતિએ આપણી આસપાસની દુનિયા વિકસી રહી છે તે આપણા દરેક દિવસને વધુને વધુ આગાહી ન કરી શકાય તેવો બનાવે છે. આ નિરીક્ષણ કરવાના લીધે જ અમે એક અનોખા કામ તરફ દોરાયા જે આજની આપણી જિંદગીની નબળાઈઓને પકડી શકે. ઉચ્ચ સ્તરની સુરક્ષા માટેની સ્વાભાવિક જરૂરિયાત પર ભાર મૂકતા જે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જેવી ઇન્શ્યોરન્સ ક્ષેત્રની અગ્રણી કંપની દ્વારા નવીનતમ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ સાથે સહજતાથી પ્રાપ્ત છે, તે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને આપણા જીવનનું લગભગ રિસ્પૉન બટન બનાવે છે.” 

આ કેમ્પેઇન આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ઇન્ટિગ્રેટેડ માસ મીડિયા અભિગમ સાથેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે જેમાં પહેલા ડિજિટલ પ્લેટફોર્મ્સ અને પછી ટેલીવિઝન પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચની સાથે કેમ્પેઇનને બહોળા અને પ્રભાવશાળી હાજરી માટે વિસ્તારવા બ્રાન્ડના ચેનલ પાર્ટનર્સ અને ગ્રાહકોને મોકલવામાં આવશે.

Total Visiters :89 Total: 1488314

By Admin

Leave a Reply