વેરાવળ બંદરે ફિશિંગ બોટમાંથી 350 કરોડના હેરોઈનનો જથ્થો જપ્ત

એસઓજીઅને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું

વેરાવળ

ગીર સામનાથના વેરાવળ બંદર પરથી એક શંકાસ્પદ બોટમાંથી પોલીસે અંદાજીત 350 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે ત્રણ મુખ્ય આરોપીઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ ફિશિંગ બોટને ઝડપી પાડીને નશીલો જથ્થો કબજે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગુજરાત પોલીસ દ્વારા વેરાળવ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડા પાડવામાં આવતા એક ફિશિંગ બોટમાંથી રૂપિયા 350 કરોડના 50 કિલોના સિલબંધ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીઅને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. નવ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરપવામાં આવી. જો કે, હાલ આટલી માત્રામાં ડ્રગ્સ પકડાતાં એફએસએલ,ગીર સોમનાથ એસઓજીઅને એલસીબીસહિત તપાસ શરુ કરવામાં આવી છે.

Total Visiters :189 Total: 1487761

By Admin

Leave a Reply