નેચર કોમ્પ્યુટેશનલ સાયન્સનાં જર્નલમાં માહિતી આપવામાં આવી
નવી દિલ્હી
તમને જાણીને આશ્ચર્ય થશે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એઆઈ હવે તમોને તમારૂં નિધન કયા દિવસે થશે તે પણ દર્શાવશે. તમે તે સાંભળી ચોંકી જશો પરંતુ તે સત્ય છે. એઆઈનો ઉપયોગ ડેથ કેલક્યુલેટર બનાવવામાં પણ થઇ શકે તેમ છે. લોકો આથી ચોંકી તો ગયા છે પરંતુ તે સાથે તે કથન ઉપર વિશ્વાસ પણ મુકી રહ્યા છે. કેટલાક તેમ માને છે કે એઆઈ પાસે જાદુઇ શક્તિઓ છે.
આ માહિતી નેચર કોમ્પ્યુટેશનલ સાયન્સનાં જર્નલમાં આપવામાં આવી છે. તેમાં આ સંબંધી એક પેપર પ્રસિધ્ધ થયો છે. ડેન્માર્કનાં પાટનગર કોપન હેગનમા હજ્જારો લોકોના આર્થિક અને સ્વાસ્થ્ય ડેટાનો ઉપયોગ કરતાં એ.આઈ.આધારિત એક સીસ્ટીલે કરેલી 78 ટકા ભવિષ્યવાણી લગભગ સાચી પડી છે. તેમાં તેમ પણ જણાવાયું છે કે, આગામી 4 વર્ષમાં કોનાં કોનાં નિધન થશે.
આ પ્રકારની સારણીનો ઉપયોગ જાણવાવાળાઓ, એલોગેરિધારા દ્વારા સ્ટેટિસ્ટિકલ પૂર્વાનુમાન કરે છે, પરંતુ નવી સીસ્ટીમ જેને લાઈફ2વેક કહેવાય છે, તે વધુ સટીક છે. તે સંપૂર્ણ રીતે જુદા પ્રકારે કામ કરે છે.આ પેપરના લીડ ઓથર કોપનહેગન યુનિવર્સિટીનાં કોમ્પ્લેસીટી સાયન્સના પ્રોફેસર સૂને લહેમાને કહ્યું છે કે લાઈફ2વેક જીવનની ઘટનાઓની એવી રીતે ભવિષ્યવાણી કરે છે કે જેવી રીતે ચેટજીપીટી શબ્દો દ્વારા ભવિષ્યવાણી કરે છે. વિદ્વાનો કહે છે કે આ ડેથ કેલ્ક્યુલેટર અત્યંત સટીક હોઈ પણ નહીં પરંતુ તે દ્વારા પૂર્વાનુમાન તો કરી જ શકાય છે. તે આરોગ્ય સંબંધી વીમા વિષે ઉપયોગી છે. તથા જીવનકાળની ગણતરી ઉપરથી લોકો નિવૃત્તિ અંગેની યોજના ઘડી શકે છે.
લેહમાને વધુમાં કહ્યું કે તે પણ જોવાનું રહે છે કે, આ ઉપરથી મળતાં પરિણામોનો ઉપયોગ ખોટી રીતે પણ ન થાય કે ખોટાં હેતુઓ માટે પણ ન થાય.તેઓએ વધુમાં કહ્યું કે એ.આઈ.સટીકના સાથે, તમારાં મૃત્યુની ભવિષ્યવાણી કરી શકે છે. જો કે હજી તેની વિશ્વસનીયતા પાંચેક વખત તો, ચકાસવી જ રહી. કારણ કે તે અત્યંત ઝડપી પૂર્વાનુમાનો આપે છે. તેથી તે પૂરાં વિશ્વસનીય રહી પણ ન શકે. શું મેડીકલ સીસ્ટીમ એ.આઈ.નો ઉપયોગ જવાબદારી સાથે કરી શકશે ? જો લોકો પાસે આ દ્વારા તમારાં મૃત્યુની ક્ષણની ભવિષ્યવાણી કરી શકે ? આ બહુ અટપટી વાત છે. સામાન્ય લોકોને તો તે જાદૂ સમાન જ લાગે તેમ છે. તેટલી આ એડવાન્સ્ડ ટેકનિક છે.
હવે તો ઘણી હોસ્પિટલો દરેક પ્રકારનાં કામ કરવા માટે એઆઈ સામેલ કરે છે. ડોક્ટર અને સ્ટાફ તેની ઉપર વિશ્વાસ રાખી શકશે ? એ.આઈ.ની કાર્યવાહી અત્યંત ઝડપી હોઈ. અવિશ્વાસપૂર્ણ ન લાગે? મેડીકલ સીસ્ટીમ એઆઈનો ઉપયોગ જવાબદારી સાથે કરી શકશે? સામાન્ય માનવી માટેનો એઆઈની કાર્યવાહી અનરિયાલિસ્ટિક કે મેજિકલ જ હજી સુધી રહી છે.