ગલ્ફ દેશોમાં ફિલ્મ આર્ટિકલ 370 પર પ્રતિબંધ લગાવાયો

Spread the love

ગલ્ફ દેશો ઈરાક, કુવૈત, બહરીન, ઓમાન, કતાર, દોહા, સંયુક્ત આરબ અમીરાત અને સંયુક્ત આરબ અમીરાતમાં ફિલ્મ પર પ્રતિબંધ

નવી મુંબઇ

અભિનેત્રી યામી ગૌતમની લેટેસ્ટ રિલીઝ થયેલી એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ ચર્ચામાં છે. આ ફિલ્મ કાશ્મીરમાં બંધારણની કલમ  370 હટાવવા પર આધારિત છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારુ પ્રદર્શન કરીને કલેક્શન મેળવવામાં સફળ થઇ છે. 

આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે, જે મેકર્સ માટે મોટો ફટકો છે. હવે ગલ્ફ દેશોમાં ફિલ્મ આર્ટીકલ 370 પર પ્રતિબંધ લાગી ગયો છે. 

ગલ્ફ દેશોમાં બોલિવૂડ ફિલ્મોનો ઘણો ક્રેઝ છે અને હિન્દી ફિલ્મોને અહીં ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. એટલું જ નહીં, બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ ગલ્ફ કન્ટ્રીઝમાં પણ થાય છે. તો આવી સ્થિતિમાં ગલ્ફ દેશો ઈરાક, કુવૈત, બહરીન, ઓમાન, કતાર, દોહા, સંયુક્ત આરબ અમીરાત અને સંયુક્ત આરબ અમીરાતમાં ફિલ્મ ‘આર્ટીકલ 370’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મ પર પ્રતિબંધ ઇન્ડસ્ટ્રી માટે ચોક્કસપણે આઘાતજનક છે. ફિલ્મ આર્ટીકલ 370 પર પ્રતિબંધ મૂકવો ખૂબ જ આશ્ચર્યજનક છે. 

‘આર્ટિકલ 370’ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લગભગ 20 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ ફિલ્મે તેની રિલીઝના ત્રણ દિવસમાં તેની કિંમત કરતાં વધુ કમાણી કરી લીધી છે.

  • પહેલા દિવસે- 6.12 કરોડ રૂપિયાનું કલેક્શન 
  • બીજા દિવસ- 9.8 કરોડ 
  • ત્રીજા દિવસે- 10.5 કરોડનું કલેક્શન ‘આર્ટિકલ 370’ની ત્રણ દિવસની કુલ કમાણી હવે 34.71 કરોડ રૂપિયા થઈ છે.

એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે, આર્ટીકલ 370 પર ફિલ્મ આવી રહી છે, આ સારુ છે જેથી લોકોને સાચી માહિતી મળશે.” 

આ પહેલા રિતિક રોશન સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ પર પણ યુએઈ સિવાય તમામ ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Total Visiters :125 Total: 1480195

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *