પરીક્ષાખંડમાં મોબાઈલ-સ્માર્ટ વોચ લાવશો તો પોલીસ ફરિયાદ થશે

Spread the love

વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ

ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ બદલ થનારી સજાનું કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ છે. જેમાં પાંચ ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદની જોગવાઈ કરાઈ છે.  

સૌથી મહત્વની બાબત છે કે, દર વર્ષે અંદાજે 15થી વધુ વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન સાથે ઝડપાતાં નિયમ મુજબ પ્રથમ દૃષ્ટીએ જ તેમની સામે ગુનો દાખલ થાય છે. જેથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, ભૂલથી પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન અથવા સ્માર્ટ વોચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે. 

વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરાઈ છે એમાં જવાબવહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે, ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હોય, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ ફોન અથવા અન્ય પ્રતિબંધિત ઉપરકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયા, સ્માર્ટ વોચ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યો હોય, પરીક્ષાર્થીને વોટ્સએપ, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો, જવાબો ઈલેક્ટ્રોનિક ગેઝેટ કે અન્ય રીતે બહાર મોકલાઈ કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવ્યું હોય તે સાબિત થાય તો પોલીસ ફરિયાદ નોંધવવામાં આવશે. 

Total Visiters :119 Total: 1469470

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *