નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે માત્ર 33 બોલમાં ટી20ની સૌથી ઝડપી  સદી ફટકારી

Spread the love

નિકોલ લોફ્ટી ઇટન ટી20આઈમાં 40થી ઓછા બોલમાં સદી ફટકારનાર સાતમો બેટર બની ગયો

કાઠમંડુ

નેપાળમાં રમાઈ રહેલી ટી20આઈ ટ્રાઇ સીરિઝમાં નામીબિયાના બેટર નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે ટી20આઈમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે નેપાળના ક્રિકેટર કુશલ મલ્લાનો રેકોર્ડ તોડી દીધો છે. કુશલ મલ્લાએ ગયા વર્ષે મંગોલિયા સામે એશિયન ગેમ્સમાં 34 બોલમાં સદી ફટકારી હતી. જોન નિકોલ લોફ્ટી ઈટને 36 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી નામિબિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 206 રન બનાવ્યા હતા.

નિકોલ લોફ્ટી ઇટન ટી20આઈમાં 40થી ઓછા બોલમાં સદી ફટકારનાર સાતમો બેટર બની ગયો છે. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં સદી ફટકારીને કુશલ મલ્લાએ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ડેવિડ મિલર, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ચેક રિપબ્લિકના સુદેશ વિક્રમસેકરાનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓએ 35-35 બોલમાં સદી ફટકારી હતી. નેપાળ અને નામિબિયા ઉપરાંત નેધરલેન્ડ પણ નેપાળ ટી20આઈ ટ્રાઇ સીરિઝનો ભાગ છે. ફાઈનલ પહેલા દરેક ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે. ફાઈનલ પહેલા કુલ 6 મેચ રમાશે. 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સીરિઝ 5 માર્ચ સુધી ચાલશે. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સળંગ મેચો રમાશે. 4 માર્ચે કોઈ મેચ થશે નહીં. ફાઈનલ પહેલા એક દિવસનો વિરામ હશે.

Total Visiters :125 Total: 1469517

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *