સપાના ધારાસભ્યએ ચીફ વ્હીપપદેથી રાજીનામું આપી દીધું

રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું, એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે

નવી દિલ્હી

રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું છે.

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નજીકના નેતા મનોજ પાંડેએ વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે. સપા નેતા અખિલેશ યાદવને લખેલા પત્રમાં મનોજ પાંડેએ કહ્યું હતું કે- ‘હું ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું કૃપા મારા રાજીનામાનો સ્વીકાર કરશો.’

Total Visiters :123 Total: 1487921

By Admin

Leave a Reply