પીપીટીના પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાને પાર્ટીના મહાસચિવ ઓમર અયુબ ખાન સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પત્રની પુષ્ટિ કરી
ઈસ્લામાબાદ
પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા દેશ સાથે વધુ કોઈ બેલઆઉટ વાટાઘાટો પર વિચાર કરવા પહેલા ઓછામાં ઓછા 30% રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકોની ઓડિટની ખાતરી કરવાનો આગ્રહ કર્યો છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સ્થાપક ઈમરાન ખાને ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેઓ વૈશ્વિક ધિરાણકર્તાને કોઈપણ સહાય આપવાનું ટાળવા માટે કહેશે કારણ કે અધિકારીઓએ તેમની પાર્ટીને સત્તામાંથી બહાર રાખવા માટે ચૂંટણી પરિણામોમાં ધાંધલી કરી છે.
પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાને પાર્ટીના મહાસચિવ ઓમર અયુબ ખાન સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પત્રની પુષ્ટિ કરી છે પરંતુ તેમણે તેની સામગ્રી શેર કરવાનો ઈનકાર કરી દીધો છે. પાર્ટીના એક પ્રવક્તાએ એ પણ કહ્યું કે, જ્યાં સુધી પાર્ટી દ્વારા તેને માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી પત્ર મીડિયા સાથે શેર કરવામાં નહીં આવશે.
ખાનના માર્ગદર્શનમાં પાર્ટીના પ્રવક્તા રઉફ હસન દ્વારા આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જોર્જીવાને સંબોધિત પત્ર જોયો છે. પત્રની શરૂઆત એ સ્પષ્ટતા સાથે થાય છે કે પાર્ટી પાકિસ્તાનને આઈએમએફની સુવિધાની વિરુદ્ધ નથી. પત્રમાં લખવામાં આવ્યું છે કે પીટીઆઈ પાર્ટી પાકિસ્તાનને આઈએમએફની મદદના માર્ગમાં કોઈ અવરોધ ઉભો કરવા માંગતી નથી પરંતુ આઈએમએફની મદદ સાથે કેટલીક શરતો જોડવી જોઈએ.