સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સેન્સેક્સમાં 1245, નિફ્ટીમાં 356 પોઈન્ટનો ઊછાળો

Spread the love

પેટાઃ બીએસઈ સેન્સેક્સે 73,590.58 પોઈન્ટ અને નિફ્ટીએ 22,312.65 પોઈન્ટના નવા રેકોર્ડ સર્જ્યા

મુંબઈ

કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે ડિસેમ્બર ક્વાર્ટરના જીડીપી ગ્રોથ ના આંકડા જારી કરવામાં આવ્યા હતા. જે અગાઉ લગાવવામાં આવેલા તમામ અનુમાનો કરતાં શ્રેષ્ઠ છે. ક્યુ3માં ઈન્ડિયન ઈકનોમી 8.4%ના રેકોર્ડ ગતિથી આગળ વધ્યો છે. ઈકોનોમીની તેજ રફ્તારની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. આજે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. બ્લુ-ચિપ ઈન્ડેક્સ નિફ્ટી 50 એનએસઈ 356 પોઈન્ટ અથવા 1.6% વધીને 22,339 પર બંધ થયો, જ્યારે બીએસઈ સેન્સેક્સ 1,245 પોઈન્ટ અથવા 1.72% વધીને 73,745 પર બંધ થયો.

એનએસઈ નિફ્ટીએ 22,312.65ના નવા રેકોર્ડ સર્જ્યો છે અને પહેલીવાર નિફ્ટી 22,300ની ઉપર નીકળી ગયો છે. આજે નિફ્ટીની શરૂઆત 22,048.30ના સ્તર પર થઈ હતી. બીએસઈ સેન્સેક્સે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે 73,590.58ના ઓલટાઇમ હાઈ લેવલ પર ચાલ્યો ગયો છે. તેની શરૂઆત આજે 72,606 પર થઈ હતી અને ઈન્ટ્રાડે સેન્સેક્સમાં બે કલાકના કારોબાર દરમિયાન તે 1000 ટકાથી વધુ ઉછાળો આવ્યો હતો. સવારે 11:30 વાગ્યે સેન્સેક્સ 1,026.21 પોઈન્ટ અથવા 1.42 ટકાના ઉછાળા સાથે 73,526.51ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 72,500.30 પર બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ જ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી (નિફ્ટી50) માં પણ તોફાની તેજી આવે અને તે 308.85 પોઈન્ટ અથવા 1.40%ની જોરદાર તેજી સાથે 22,291.65ના લેવર પર જઈ પહોંચ્યો હતો. નિફ્ટી અગાઉના બંધ 21,982.80ની સરખામણીએ શુક્રવારે 22,048ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી.

બીએસઈની 30માંથી 29 કંપનીઓના શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. આમાં સામેલ સૌથી મોટા ગેનર્સની વાત કરીએ તો ટાટા સ્ટીલનો શેર 4.68%ના ઉછાળા સાથે રૂ. 147.50 પર પહોંચ્યો હતો, જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડનો સ્ટોક 4.18%ની તેજી સાથે રૂ. 833.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત  લાર્સન એન્ડ ટુબ્રોના શેર 3.22 ટકા વધીને રૂ. 3,593.65 પર પહોંચી ગયા હતા.

મિડકેપ કંપનીઓના શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા 6.06%, ઓઈલ ઈન્ડિયા લિમિટેડનો સ્ટોક 5.01%, વોડાફોન-આઈડિયાના શેર 4.03% ઉછળીને કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત ટોરેન્ટ પાવર, એનઆએસીએલ, જિન્દાલ સ્ટીલ, ભેલ સહિત અન્ય શેરોમાં પણ 3 થી 4%ની તેજી જોવા મળી રહી છે.  

શેરબજારમાં રેકોર્ડ તેજીની પાછળનું કારણ ગુરુવારે જાહેર કરવામાં આવેલા જીડીપીના આંકડા માનવામાં આવી રહ્યા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યુ છે. તેની તેજ રફતારનું નવીનતમ ઉદાહરણ ભારત ક્યુ3જીડીપીના આંકડા છે. ગુરુવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા તમામ અંદાજો કરતા ઘણા શ્રેષ્ઠ રહ્યા છે અને ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 8.4%ના ગ્રોથ રેટથી આગળ વધી છે. 

બેન્કિંગ, મેટલ, ઓટો સૂચકાંકો સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ફાર્મા અને આઈટી સૂચકાંકો વેચવાલી દબાણ હેઠળ રહ્યા હતા. ટાટા સ્ટીલમાં આજે જોરદાર ઉછાળો રહ્યો હતો, એલએન્ડટી પણ લીડમાં રહ્યો હતો.

શેરબજારમાં રોકાણકારો માટે શુક્રવારનો દિવસ ‘ફેન્ટાસ્ટિક ફ્રાઈડે’ હતો, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટાડાનો આશંકા બજારે સંપૂર્ણપણે ફગાવી દીધો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા હતા.શુક્રવારે મોટા ગેપઅપ ઓપનિંગ પછી બજારે સતત ઉંચી સપાટી બનાવી અને નવી ઊંચાઈઓ જોઈ.

સેન્સેક્સ 1245 પોઈન્ટના વધારા સાથે 73745ના સ્તરે બંધ રહ્યો હતો, જે ઓલ ટાઈમ હાઈ પર હતો. જ્યારે નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ અથડાઈને 22339ના સ્તરે બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ 73819 ની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ 22353 ની સર્વકાલીન ઉંચી સપાટી જોઈ હતી.

સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે પોઝિટિવ નોટ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું કારણ કે યુએસ બજારોમાંથી મજબૂત રાતોરાત સંકેતો અને અપેક્ષિત ક્યુ3 જીડીપી ડેટા કરતાં વધુ સારા હતા. રોકાણકારોના રસને કારણે બજારનું ગેપ અપ ઓપનિંગ આજે ટકાઉ બન્યું અને મોટી તેજીમાં ફેરવાઈ ગયું.

બેન્કિંગ, ફિનસર્વિસિસ, મેટલ, ઓટો સૂચકાંકો સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ફાર્મા અને આઈટી સૂચકાંકો વેચવાલીનું દબાણ હેઠળ રહ્યા હતા.

ટાટા સ્ટીલમાં આજે મજબૂત વધારો જોવા મળ્યો હતો અને તે 6.50 ટકા વધ્યો હતો, જ્યારે એલએન્ડટી 4.33 ટકા વધ્યો હતો અને નિફ્ટી 50 ટોપ ગેનર્સની યાદીમાં રહ્યો હતો. આ સિવાય જેએસડબલ્યુ સ્ટીલ, ટાઇટનના શેર પણ 4 ટકાના વધારા સાથે બંધ થયા છે. મેટલ્સ અને પીએસયુ બેન્કોની સાથે ઓટો શેરોએ આજની તેજીમાં મોટો ફાળો આપ્યો હતો.

આજના બજારમાં ફાર્મા અને આઈટી શેરો ટોપ લુઝર હતા. ટાટા રેડ્ડીઝ 3.50 ટકા ઘટ્યા હતા, જ્યારે સન ફાર્મા, ઇન્ફોસિસ, એચસીએલના શેર પણ એક ટકાથી વધુ ઘટીને બંધ થયા હતા.

Total Visiters :161 Total: 1469489

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *