10મે બાદ કોઈપણ ભારતીય સૈનિક માલદીવમાં જોવા નહીં મળેઃ મુઈજ્જુ

Spread the love

અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાથી લોકો સ્થિતિને બગાડવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ

માલે

ચીનના પીઠ્ઠુ બનેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ફરી વિવાદાસ્પદ નિવેદન કરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે ત્યાં એક સભાને સંબોધન કરી કહ્યું કે, 10 મે બાદ કોઈપણ ભારતીય સૈનિકો, એટલું જ નહીં નાગરિકો પણ કપડવામાં પણ, તેમના દેશમાં નહીં જોવા મળે.’ માલદીવના સ્થાનિક સમાચાર પોર્ટલ એડિશન.એમવીના રિપોર્ટ મુજબ ચીન સમર્થક મુઈજ્જુ એટોલની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે બા એટોલ આઈધાફુશીમાં એક સમુદાયને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

મુઈજ્જુએ કહ્યું કે, ‘અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાથી લોકો સ્થિતિને બગાડવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.’ ઉલ્લેખનિય છે કે, માલદીવ સરકારના મંત્રીઓએ થોડા મહિનાઓ પહેલાં જ વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. માલદીવે પોતાના દેશમાંથી તમામ ભારતીય સૈનિકોને હાંકી કાઢવાના નિર્ણય કરી ભારતને 10 માર્ચ સુધીની ડેડલાઈન આપી છે. જોકે ભારતીય સૈન્ય પણ ડેડલાઈન પહેલા ત્યાં પહોંચી છે અને માલદીવ સ્થિત ભારતના ત્રણ વિમાનન પ્લેટફોર્મ પરથી એકને પરત લાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ મુઈજ્જુએ કહ્યું કે, ‘આ લોકો (ભારતીય સેના) છોડી રહ્યા નથી. તેઓ ઈચ્છી રહ્યા છે કે, સૈનિકોને યુનિફોર્મના બદલે સામાન્ય કપડામાં ત્યાં ફરી તૈનાત કરવા મોકલીએ. જોકે આપણે શંકા ઉભી કરતી અને ખોટું ફેલાવતી બાબતો જેવી ચાલાકીમાં ન ફસાવું જોઈએ. 10 મેએ દેશમાં એકપણ ભારતીય સૈનિકો નહીં હોય. ન સૈનિકોના યુનિફોર્મમાં, ન તો સિવિલ ડ્રેસમાં… આપણા દેશમાં ભારતીય સેના કોઈપણ પ્રકારના વસ્ત્રો પહેરીને નહીં રહે. હું આ વિશ્વાસ સાથે કહી રહ્યો છું.’  ઉલ્લેખનીય છે કે, મુઈજ્જુ સરકારે ચીન પાસેથી મફત સૈન્ય સહાય મેળવવાના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ આ નિવેદન આપ્યું છે. આમ માલદીવે ભારત સાથે વિવાદ કરી ચીન સાથે મિત્રતા કરી લીધી છે.

Total Visiters :49 Total: 1469219

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *