ભારતની પ્રથમ ઈનિંગ્સ 477 રનમાં સમેટાયા બાદ ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ્સમાં 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ
ધર્મશાલા
ભારતે ઈંગ્લેન્ડને હરાવી દીધું છે. પાંચમી ટેસ્ટમાં અંગ્રેજોને ઈનિંગ અને 64 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઈનિંગમાં 259 રનોથી પાછળ થયા બાદ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 195 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતે સીરીઝ 4-1થી જીતી લીધી છે ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં અંદાજિત જો રૂટે થોડો સંઘર્ષ કર્યો. તેમણે 84 રન બનાવ્યા. તે આઉટ થનારા છેલ્લા બેટ્સમેન રહ્યા. આ સિવાય બાકીના ઈંગ્લેન્ડના ખેલાડીઓ ભારતીય બોલરોની સામે લાચાર નજરે પડ્યા. ખાસ કરીને ભારતીય ટીમના સ્પિનરો સામે ઈંગ્લેન્ડ બેટ્સમેનોનું ટકી શકવું નાકામ સાબિત થયું. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં એક બાદ એક વિકેટ ગુમાવતું રહ્યું.
ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં જો રૂટે સૌથી વધુ રન બનાવ્યા. તેમણે 84 રનની ઈનિંગ રમી. પરંતુ ઈંગ્લેન્ડના ટૉપ ઑર્ડર ફરી નિષ્ફળ સાબિત રહ્યા. ઓપનર જેક ક્રાઉલી શૂન્ય પર આર અશ્વિનના બોલ પર આઉટ થયા. બેન ડકેટ 2 રન બનાવીને ચાલતા બન્યા. ઓલી પોપ 19 રન બનાવીને પેવેલિયન પહોંચ્યા. જોકે, જૉની બેયરસ્ટોએ 39 રનોની નાની પરંતુ સારી ઈનિંગ રમી. ઈંગ્લેડ કેપ્ટન બેન સ્ટોક્સ 2 રન બનાવીને આઉટ થયા. બેન ફોક્સ ફરી આર અશ્વિનના બોલ પર સસ્તામાં બોલ્ડ થઈ ગયા.
ભારત માટે આર અશ્વિન બીજી ઈનિંગમાં સૌથી સફળ બોલ રહ્યા. આર અશ્વિને 5 બેટ્સમોને આઉટ કર્યા. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવને 2-2 સફળતા મળી. રવિન્દ્ર જાડેજાએ શોએપ બશીને આઉટ કર્યો.
આ રીતે ભારતે 5 ટેસ્ટ મેચોની સીરીઝ 4-1થી જીતી લીધી છે. જોકે, આ. સીરીઝની શરૂઆત ભારત માટે સારી ન રહી. પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ભારતે હરાવ્યું, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી. ભારતે વિશાખાપટ્ટનમ બાદ રાજકોટ, રાંચી અને ધર્મશાલામાં ઈંગ્લેન્ડને સરળતાથી હરાવ્યું.
ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 477 રનોનો સ્કોર બનાવ્યો. આ રીતે ભારતે 259 રનોની મોટી લીડ મેળવી હતી. ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી. રોહિત શર્માએ 103 રન બનાવ્યા. જ્યારે શુભમન ગિલે 110 રનની ઈનિંગ રમી. આ સિવાય દેવદત્ત પડ્ડિકલ અને સરફરાઝ ખાન ફિફ્ટી ફટકારી. ઈંગ્લેન્ડ માટે શોએબ બશીર સૌથી સફળ બોલર રહ્યા. શોએફ બશીરે 5 વિકેટ લીધી. જેમ્સ એન્ડરસન અને ટૉમ હૉર્ટલીએ 1-1 વિકેટ લીધી. બેન સ્ટોક્સે રોહિત શર્માને આઉટ કર્યો.