કસ્વાંએ રાજીનામાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આપી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા
નવી દિલ્હી
લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાનના ચુરુના સાંસદ રાહુલ કસ્વાંએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે લોકસભાના પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
રાહુલ કસ્વાંએ એક્સ પર પોસ્ટ કરીને પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- રામ-રામ, મારો ચુરુ લોકસભા પરિવાર, મારા પરિવારના સભ્યો. આપ સૌની લાગણીને અનુરૂપ હું જાહેર જીવનમાં એક મોટો નિર્ણય લેવાનો છું. રાજકીય કારણોસર, આજે આ જ ક્ષણે હું ભાજપના પ્રાથમિક સભ્યપદ અને સંસદ સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.