રાહુલ પાગલ થઈ ગયા છે, તેમના કારણે પક્ષને નુકશાનઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

Spread the love

રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ કહી કહ્યું કે, ‘કોંગ્રેસની બરબાદીનું કારણ રાહુલ ગાંધી જ છે. તેમના કારણે પાર્ટીના મોટા નેતાઓનું અપમાન થઈ રહ્યું  હોવાનો આચાર્યનો દાવો

નવી દિલ્હી

લોકસભા ચૂંટણી-2024 પહેલા વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર ‘મોદીની ગેરંટી’ની આકરી ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી હતી. હવે આ મામલે કોંગ્રેસમાંથી કાઢી મુકાયેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. 

કલ્કિ ધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, ‘રાહુલ ગાંધી ‘પાગલ’ થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીને તેમના કારણે જ નુકસાન થઈ રહ્યું છે.’ આચાર્ય પ્રમોદે તાજેતરમાં જ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદી પણ કલ્કિ ધામના શિલાન્યાસ માટે સંભલ ગયા હતા. ત્યારે આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે, કલ્કિ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ વડાપ્રધાનના હાથોથી જ થશે.’

આચાર્ય પ્રમોદે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ કહી કહ્યું કે, ‘કોંગ્રેસની બરબાદીનું કારણ રાહુલ ગાંધી જ છે. તેમના કારણે પાર્ટીના મોટા નેતાઓનું અપમાન થઈ રહ્યું છે અને જનતા વચ્ચે પાર્ટીનું કદ ઘટી રહ્યું છે. મોટા નેતાઓની આ જ તિરસ્કારની ભાવના કોંગ્રેસને બરબાદ કરી નાખશે.’

એક સમય એવો હતો કે, ટીવી ડિબેટ્સ દરમિયાન આચાર્ય પ્રમોદ રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનોનો બચાવ કરતા હતા, જોકે હવે તેઓ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેરમાં બોલવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ ગાંધી રહેશે, પાર્ટી ક્યારે ઉભી થઈ શકશે નહીં. કમલનાથ, ગુમાલ મબી આઝાદ, દિગ્વિજય, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ, આનંદ શર્મા, સુષ્મિતા દેવ જેવા નેતાઓની વાત કરીએ, તો સત્ય સામે આવી જશે. એટલું જ નહીં પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસની અંદર ટકવાનો પ્રયાસ કરી રહી છે’

તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે અને રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને અંત પણ આવી શકે છે. રાહુલની તાનાશાહીના કારણે ઘણા નેતા કોંગ્રેસ છોડવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપમાં ભાજપ ફરી એકવાર પ્રચંડ બહુમત મેળવશે.’

Total Visiters :92 Total: 1479775

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *