40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા યુવકનું મોત, મૃતદેહ બહાર કઢાયો

વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 (એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે

નવી દિલ્હી

કેશોપુર વિસ્તારના દિલ્હી જલ બોર્ડનો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) સ્થિત પમ્પિંગ રૂમમાં શનિવારે મોડી રાતે ફસાયેલા યુવકનું લગભગ 12 ઈંચ પહોળા અને લગભગ 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડવાથી મોત નીપજ્યુ.

આ કેસમાં દિલ્હી પોલીસે સોમવારે કેશોપુર વિસ્તારમાં દિલ્હી જલ બોર્ડના સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બોરવેલમાં પડવાથી એક યુવકના મોતના મામલે એફઆઈઆર નોંધી છે. જે અંતર્ગત એક અધિકારીએ જણાવ્યુ કે વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 (એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે લગભગ 14 કલાકના રાહત અને બચાવ અભિયાન ચલાવીને તેને બહાર કાઢ્યો અને દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. પોલીસ યુવકની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે યુવક શા માટે ત્યાં પહોંચ્યો હતો. વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

શનિવારે મોડી રાતે દિલ્હી જલ બોર્ડના કર્મચારીઓએ પમ્પિંગ રૂમથી કંઈક અવાજ આવી રહ્યો હતો જ્યારે કર્મચારી ત્યાં પહોંચ્યા તો જોયુ કે દરવાજો ખુલ્લો હતો અને બોરવેલમાં કોઈ પડેલુ છે. ત્યાંથી પાણીમાં કંઈક હલવા અને ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. જે બાદ તેની જાણકારી પોલીસને આપવામાં આવી.

પોલીસ અને ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા તો તેમણે બોરવેલમાં દોરડુ નાખીને જોયુ કે કોઈ હલચલ થઈ રહી છે કે નહીં. ફાયર વિભાગ તરફથી ઘણી વખત દોરડુ નાખવામાં આવ્યુ. બોરવેલમાં પડેલો યુવક દોરડુ પકડવાનો પ્રયત્ન કરી રહ્યો નહોતો અને અંદરથી કોઈ અવાજ આવી રહ્યો નહોતો. જે બાદ એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવ્યા.

એનડીઆરએફની ટીમે પણ રવિવારે સવારે યુવકને બોરવેલથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ સફળતા મળી નહીં. પમ્પિંગ રૂમમાં અંધારુ હોવાના કારણે કંઈક જોવા મળી રહ્યુ નહોતુ. દરમિયાન ટીમે એ માની લીધુ હતુ કે યુવક બેભાન થઈ ગયો છે. ત્યાં સુધી તેની જાણકારી નહોતી કે યુવક જીવિત છે કે મરી ગયો છે. જેમ જેમ સૂરજ ઉગતો ગયો. એનડીઆરએફની બીજી ટીમને પણ બોલાવવામાં આવ્યા.

યુવકને જીવિત બહાર કાઢવા માટે એક તરફ તો બોરવેલથી તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને બીજી તરફ સવારે બુલડોઝરની મદદથી પમ્પિંગ રૂમની દિવાલોને તોડીને બોરવેલની પાસે ખાડો ખોદવાનું શરૂ કરવામાં આવ્યુ. જે બાદ રવિવારે સવારે દસ વાગ્યા નજીક હાઈડ્રાની મદદથી ઝડપથી ખાડો ખોદવામાં આવ્યો. ખોદકામની જરૂર એટલા માટે પડી કેમ કે ટીમ કોઈ પણ કિંમતે યુવકને જીવિત બહાર કાઢવાનું વિચારી રહી હતી. 

ટીમ માનીને ચાલી રહી હતી કે જો યુવકને બોરવેલથી કાઢી લેવામાં આવે છે તો ઠીક છે. નહીંતર તેમની પાસે 40 ફૂટનો ખાડો ખોદીને તેને કાઢવામાં આવત. 40 ફૂટ લાંબુ અને 20 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવી ચૂક્યો હતો, ત્યારે લગભગ 3 વાગે એનડીઆરએફની ટીમને સફળતા મળી અને તેમણે બોરવેલની અંદર લોખંડના સળિયાથી બનેલો સ્લોટ નાખીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ દરમિયાન તે શ્વાસ લઈ રહ્યો નહોતો. યુવકના શરીર પર એક ઈજાના નિશાન પણ હતા. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે શનિવારે મોડી રાતે વિકાસપુરી પોલીસ સ્ટેશનને જાણકારી મળી હતી કે જલ બોર્ડના એસટીપી પરિસરમાં બનેલા બોરવેલમાં એક યુવક પડી ગયો છે. 

ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા. તેને બોરવેલથી કાઢી લેવામાં આવ્યો, પરંતુ તેનું મૃત્યુ નીપજી ચૂક્યુ હતુ. તેની ઉંમર 25થી 35ની વચ્ચે લાગી રહી છે.

Total Visiters :53 Total: 1488340

By Admin

Leave a Reply