એઆઈ ચેટટૂલ ચેટજીપીટી દર કલાકે 5,000 કિલોવોટ વીજળી વાપરે છે. આ વપરાશ ફક્ત 200 મિલિયન યુઝર્સની ડેઈલી રીક્વેસ્ટ પર થઈ રહ્યો છે
નવી દિલ્હી
વિશ્વના ઘણા દેશોમાં વીજળીની કટોકટી છે અને ઉનાળાની ઋતુમાં આ સંકટ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભારતમાં પણ આપણને વારંવાર વીજળીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં રોજેરોજ થઈ રહ્યો છે. તમારામાંથી ઘણા લોકો ચેટજીપીટી જેવા એઆઈ ટૂલ્સનો પણ ઉપયોગ કરતા હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ એઆઈ ટૂલ્સ કોઈ દિવસ આખી દુનિયામાં પાવર કટોકટીનું કારણ બની શકે છે.
એક રિપોર્ટ અનુસાર, એઆઈ ચેટટૂલ ચેટજીપીટી દર કલાકે 5,000 કિલોવોટ વીજળી વાપરે છે. આ વપરાશ ફક્ત 200 મિલિયન યુઝર્સની ડેઈલી રીક્વેસ્ટ પર થઈ રહ્યો છે અને જો રીક્વેસ્ટની સંખ્યામાં વધારો થશે તો વપરાશ પણ વધી શકે છે. હા તો આ સરેરાશ ગણવામાં આવે છે, ચેટજીપીટી સરેરાશ અમેરિકન ઘર કરતાં 17,000 ગણી વધુ વીજળીનો વપરાશ કરે છે.
જો જનરેટિવ એઆઈનો ઉપયોગ વધે છે તો વીજળીનો વપરાશ પણ વધી શકે છે. ડેટા સાયન્ટિસ્ટ એલેક્સ ડી વરીઝના જણાવ્યા અનુસાર, જો ગુગલ દરેક સર્ચમાં જનરેટિવ એઆઈનો સમાવેશ કરે, તો તે વાર્ષિક આશરે 29 અબજ કિલોવોટ-કલાકનો વપરાશ કરી શકે છે. જે કેન્યા, ગ્વાટેમાલા અને ક્રોએશિયા જેવા સમગ્ર દેશોના વાર્ષિક વીજળી વપરાશ કરતાં વધી જશે.
એઆઈ ચિપ નિર્માતા એનવીઈન્ડિયાના ડેટાના આધારે સમગ્ર એઆઈ સેક્ટર 2027 સુધીમાં વાર્ષિક 85 થી 134 ટેરાવોટ-કલાકનો ઉપયોગ કરી શકે છે. આ વૈશ્વિક વીજ વપરાશના નોંધપાત્ર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરશે, જે સંભવિતપણે 2027 સુધીમાં અડધા ટકા સુધી પહોંચી જશે.