રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ પાછા ફરવા ભારતની મદદ માગી

Spread the love

હવે તેમને યુક્રેન સામે યુધ્ધ લડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે, નેપાળના કહેવા પ્રમાણે 6 નાગરિકોના મોત થયા છે

મોસ્કો

રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ નેપાળ પાછા ફરવા માટે હવે પોતાની સરકારની જગ્યાએ ભારતની મદદ માંગી છે.

ભારતના પણ કેટલાક નાગરિકો રશિયામાં ફસાયેલા છે અને તેની વચ્ચે નેપાળી નાગરિકો પણ હવે ભારત તરફ આશાભરી નજર માંડીને બેઠા છે. નેપાળના પણ સેંકડો નાગરિકોને ગેરમાર્ગે દોરીને રશિયામાં લાવવામાં આવ્યા હતા અને હવે તેમને યુક્રેન સામે યુધ્ધ લડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે.

નેપાળના કહેવા પ્રમાણે 6 નાગરિકોના મોત થયા છે. જોકે નેપાળ સરકાર હજી સુધી પોતાના નાગરિકોને પાછા બોલાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી શકી નથી ત્યારે રશિયાથી ઘરે પાછા ફરવા માંગતા નેપાળી નાગરિકોએ ભારત પાસે સહાય માંગી છે.

એક વિડિયોમાં નેપાળી નાગરિક કહે છે કે, અમને અહીંયા દગાખોરીથી લાવવામાં આવ્યા છે. અમને પહેલા કહેવામાં આવ્યુ હતુ કે, તમારે હેલ્પરનુ કામ કરવાનુ છે પણ હવે અમને મોરચા પર બળજબરીથી લડવા માટે મોકલવામાં આવ્યા છે. નેપાળ એમ્બેસી અમારી મદદ કરી રહી નથી. ભારતની એમ્બેસી બહુ પાવરફુલ છે અને અમને આશા છે કે ભારત અમારી મદદ કરશે. અમારી સાથે ત્રણ ભારતીય નાગરિક પણ હતા અને તેમને અહીંથી સહી સલામત કાઢી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના કેટલાક નાગરિકોને પણ એજન્ટો આ જ રીતે દગાખોરીથી રશિયામાં હેલ્પર તરીકે કામ કરવાની લાલચ આપીને લઈ ગયા હતા. અને તેમને રશિયાની સેના સાથે યુક્રેન સામે જંગમાં ઉતરવા મજબૂર કરાયા હતા. આ દરમિયાન હૈદ્રાબાદના એક યુવકનુ મોત પણ થયુ હતુ.

Total Visiters :113 Total: 1469396

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *