નવી દિલ્હી
ઇલેક્ટ્રિકલ અને લાઇટિંગ સોલ્યુશન્સમાં અગ્રણી હેલોનિક્સ ટેક્નોલોજીસ તેની સ્વિચગીયર કેટેગરી શ્યોર એમસીબી સિરીઝના લોન્ચની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. સુરક્ષા, વિશ્વસનીયતા અને ભરોસા માટે ચોક્સાઇપૂર્વક તૈયાર કરેલી શ્યોર એમસીબી સિરીઝ ઇલેક્ટ્રિકલ સર્કિટ પ્રોટેક્શનમાં નવા માપદંડો રજૂ કરવા માટે સજ્જ છે.
હેલોનિક્સની શ્યોર એમસીબી સિરીઝ આધુનિક સર્કિટ બ્રેકર્સનો સંપુટ છે જે અદ્વિતીય ઇલેક્ટ્રિકલ સુરક્ષા, વિશ્વસનીયતા અને ભરોસાપાત્રતા માટે ડિઝાઈન કરવામાં આવી છે. શોર્ટ સર્કિટ માટે વિશ્વસનીય સુરક્ષા માટે સી-કર્વ ઓપરેશન, સતત કામગીરી માટે હાઇ-ગ્રેડ સોલેનોઇડ, સુપર કનેક્ટિવિટી માટે 100 ટકા સિલ્વર કોન્ટેક્ટ પોઇન્ટ અને 10કેએની હાઇ બ્રેકિંગ કેપેસિટી જેવા ફીચર્સથી સજ્જ આ એમસીબી ઇલેક્ટ્રિકલ સુરક્ષા માટે નવા માપદંડો નક્કી કરે છે. પાંચ વર્ષની વોરંટી સાથે શ્યોર એમસીબી સિરીઝ ગુણવત્તા અને ગ્રાહક સંતોષમાં ઉત્કૃષ્ટતા માટે હેલોનિક્સની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ સિરીઝ રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનોને પૂરી પાડતી પ્રોડક્ટ્સની બહુમુખી રેન્જ પ્રદાન કરે છે. ઇન્સ્ટોલેશનની સરળતા અને યુઝર-ફ્રેન્ડલી કામગીરી માટે બનાવાયેલી શ્યોર એમસીબી સિરીઝની સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ છે, જે વિશાળ વર્ગના ગ્રાહકો માટે સુલભતા સુનિશ્ચિત કરે છે. તે હેલોનિક્સના વ્યાપક વિતરણ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં દેશભરના અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને ઇલેક્ટ્રિકલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. આ એમસીબી એવા લોકો માટે શ્રેષ્ઠ ઉકેલો પ્રદાન કરે છે જેઓ તેમના પરિસર માટે સલામતી અને ગુણવત્તાને પ્રાથમિકતા આપે છે.
નવી પ્રોડક્ટના લોન્ચ વિશે ઉત્સાહ વ્યક્ત કરતા હેલોનિક્સ ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ ઝુત્શીએ જણાવ્યું હતું કે “અમે શ્યોર એમસીબી સિરીઝને બજારમાં રજૂ કરતા રોમાંચિત છીએ. આ લોન્ચ એ હેલોનિક્સની નવીનતા અને ઇલેક્ટ્રિકલ સલામતીમાં શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસનો પુરાવો છે. તેની અદ્યતન સુવિધાઓ, વ્યાપક વોરંટી અને વૈવિધ્યસભર રેન્જ સાથે, શ્યોર એમસીબી સિરીઝ અમારા ગ્રાહકોને સલામતી, વિશ્વસનીયતા અને ભરોસાની ખાતરી આપતી પ્રોડક્ટ્સ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.”