મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત જ્યારે અન્ય એક ભાણેજને માથામાં ઈજા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
ભાવનગર
ગુજરાતમાં માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે છાશવારે થતા અકસ્માતના બનાવમાં અનેક લોકો જીવ ગુમાવે છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના જસદણના બાખલવડ ગામ નજીક બની છે જેમાં કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે.
રાજ્યમાં હાઈવે પર થતાં અકસ્માતની સંખ્યામાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાની વિગતો મુજબ રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના બાખલવડ ગામ નજીક મોડી રાત્રે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે. કાર દ્વારા બાઈકને અડફેટે લેતા બાઈક સાથે મામા અને બંને ભાણેજ નીચે પટકાયા હતા, જેમાં મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક ભાણેજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક નજીક હોસિપટલમાં ખસેડવામાં આવી હતી. જો કે આજે વહેલી સવારે તેણે પણ સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.
હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મામાનું નામ અજયભાઈ સદાસિયા ઉંમર વર્ષ આશરે 30 વર્ષ જ્યારે બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા ઉંમર વર્ષ આશરે 8 અને માહી રણછોડભાઈ ઓળકિયા ઉંમર વર્ષ આશરે 4 જાણવા મળી છે. અકસ્માતની જાણ થતાં જ અજયભાઈ અને બંને ભાણેજના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.